એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સોનાક્ષી સિન્હા હાલમાં જ રાજસ્થાનની રૂમા દેવીની મદદ માટે 'કૌન બનેગા કરોડપતિ' KBC-11માં પહોંચી હતી. ત્યાં તે રામાયણ સંબંધિત સવાલ 'હનુમાન કોના માટે સંજીવની બૂટી લઇને આવ્યા હતાં' તેનો જવાબ લાઇફલાઇન નહીં આપી શકે. તે બાદ સોશિયલ મીડિયા પર તેને ખુબજ ટ્રોલ કરવામાં આવી હતી. હવે ઉત્તર પ્રદેશનાં મંત્રી સુનીલ ભરાલાએ સોનાક્ષી પર નારાજગી જાહેર કરી છે. ભરાલાએ તેને 'ધન પશુ' કહી દીધી છે.
યૂપી સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મેળવેલાં ભરાલા શ્રમ કલ્યાણ પરિષદનાં અધ્યક્ષ રૂપે કાર્યરત છે. તેમણે સોનાક્ષી પર ગુસ્સો કાઢતા કહ્યું કે,'આધુનિક સમયમાં આ લોકો માત્ર પૈસા પાછળ ભાગે છે. તેમને ફક્ત પૈસા કમાવવા અને પોતાનાં ઉપર ઉડાવવાની જ પરવાહ રહે છે. તેમને ઇતિહાસ અને ભગવાન અંગે કોઇ જાણકારી નથી. તેમની પાસે શીખવાનો સમય નથી. તેનાંથી દુખદ કંઇજ ન હોઇ શકે.'
જ્યારે સોનાક્ષીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી તો તે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ ટ્વિટર પર લખે છે કે, 'પ્રિય જાગેલા ટ્રોલર્સ, મને પાયથાગોરસનો પ્રમય, મર્ચેન્ટ ઑફ વેનિસ, પીરિયાડિક ટેબલ, મુઘલોની વંશાવલી પણ યાદ નથી. અને તે પણ યાદ નથી કે મને શું યાદ નથી. જો આપની પાસે કોઇ કામ ન હોય અને એટલો જ સમય હોય તો પ્લીઝ આ તમામ પર પણ મીમ્સ બનાઓ. મને મીમ્સ પસંદ છે. '