મુંબઈઃ સોનાક્ષી સિન્હાએ તેના નવા ફોટોશૂટને યુઝર્સ સાથે શેર કર્યુ છે. જણાવી દઈએ કે એક્ટ્રેસ આ દિવસોમાં તેની ફિલ્મ 'ડબલ એક્સએલ'માં વ્યસ્ત છે. સોનાક્ષી સિન્હા ભલે બોલિવૂડની દબંગ ગર્લના નામે ઓળખાતી હોય. પરંતુ, તે જ્યારે પણ તેના ફોટો શેર કરે છે ફેન્સને તેના દિવાના બનાવી દે છે. હાલમાં જ સોનાક્ષીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ગજબના બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટોની જેટલી પણ તારીફ કરો તેટલી ઓછી છે. સફેદ રંગના કપડામાં સોનાક્ષીનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેની સાથે તેણે ન્યૂડ મેકઅપ કરી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેની સાથે તે શોર્ટે ડ્રેસમાં મેચિંગ નેઇલને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. હાફ હાઈ પોની અને બ્લેક બૂટ્સની સાથે સોનાક્ષી કમાલ લાગી રહી છે. હાલમાં તે તેની ફિલ્મ 'ડબલ એક્સએલ'નાં પ્રમોશનમાં લાગેલી છે. આ ફિલ્મમાં તેની સાથે હુમા કુરૈશી પણ મહત્વના રોલમાં જોવા મળશે.