બ્લેક શોર્ટ ડ્રેસમાં સોનાક્ષીએ શેર કરી તસવીરો, સાઇઝથી મોટા જેકેટને કારણે યુઝર્સે કરી ટ્રોલ
સોનાક્ષી સિન્હા આ દિવસે પોતાની હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેના દર્શકો અને ફિલ્મ ક્રિટિક્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સોનાક્ષીની સાથે હુમા કુરૈશીએ પણ શાનદાર કામ કર્યુ છે. હવે ફિલ્મની રિલીઝ બાદ સોનાક્ષી પોતાના શાનદાર ફોટોશૂટને કારણે ફરી ચર્ચોનો વિષય બની છે.
તમને જણાવી દઈએ કે સોનાક્ષી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણીના નવા ફોટોશૂટની એક રીલ શેર કરી છે. જેમાં તે બ્લેક શિમરી બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટોઃ @aslisona
2/ 7
ફોટોમાં સોનાક્ષીના મેકઅપની વાત કરીએ તો, તેણીનો મેકઅપ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેણીના ચહેરા પર લાગેલો ન્યૂડ મેકઅપ તેના ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. ફોટોઃ @aslisona
विज्ञापन
3/ 7
જોકે, ફેન્સને સોનાક્ષીની આ તસવીર વધારે પસંદ નથી આવી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યુ કે, જ્યારે જેકેટ હદથી વધારે મોટું હોય તો આવા જ સ્ટેપ થાય. ફોટોઃ @aslisona
4/ 7
સોનાક્ષીએ તેણીનો આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે, તે બિગબોસના ઘરમાં 'ડબલ એક્સએલ' પ્રમોટ કરવાની છે. તેણીનો આ લુક ત્યારનો જ છે. ફોટોઃ @aslisona
5/ 7
જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા તેણીના કામ અને ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઇફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ફોટોઃ @aslisona
विज्ञापन
6/ 7
મીડિયા અટકળોની માનીએ તો તે હાલ એક્ટર ઝહીર ઇકબાલને ડેટ કરી રહી છે. જોકે, સોનાક્ષી આ વાતને નકારી રહી છે. ફોટોઃ @aslisona
7/ 7
સોનાક્ષી આ અટકળો પર હંમેશા એમ જ કહે છે કે અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ. જોકે બંને સાથે મસ્તી કરતા અને ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. ફોટોઃ @aslisona