એન્ટરટેઇનમેન્ડ ડેસ્ક: દરેકનું સપનું હોય છે કે, પોતાની કમાણીનું ઘર ખરીદે. તેથી આ વર્ષની શરૂઆતમાં કોઇ બોલિવૂડ સેલિબ્રિટી તેની મેહનતનાં દમ પર પોતાનું ઘર ખરીદ્યું છે. આ પિસ્ટમાં જાહ્નવી કપૂર, રિતિક રોશનથી લઇ આલિયા ભટ્ટનું નામ શામેલ છે. અને હવે આ લિસ્ટમાં સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) પણ શામેલ થઇ ગઇ છએ. તેણએ મુંબઇ (Mumbai)નાં બાન્દ્રા (Bandra)માં 4BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ ઘર તેણે ખરીદવાનો નિર્ણય તો કર્યો છે પણ ત્યા શિફ્ટ થવાનો હાલમાં કોઇ જ પ્લાન નથી.
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ઘણાં વર્ષોથી ઘર ખરીદવા ઇચ્છતી હતી. એક ઇન્ટરવ્યૂંમાં તેણએ કહ્યું હતું કે, મે જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ મારું સપનું હતું કે, 30 વર્ષની થતા પહેલાં જ મારી મહેનતની કમાણીથી હું ઘર ખરીદું. જોકે થોડા વર્ષો પહેલાં જ મે આ ડેડલાઇન પાર કરી લીધી હતી. પણ હવે જઇને મારુ સપનું પૂર્ણ થઇ ગયુ છે.