આજકાલ બોલીવુડમાં બ્રેકઅપ અને ડિવોર્સનો પવન ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક સેલિબ્રિટી કપલના બ્રેકઅપ વિષે સમાચાર સંભળાઈ રહ્યા છે. ત્યારે હવે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાને(Sohail Khan) તેની પત્ની સીમા ખાન સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ કપલ પહેલાં ધનુષ અને સામંથા અક્કીનેની જેવા સેલેબ્સે તેમના પાર્ટનર્સ સાથે અલગ થઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમના બ્રેકઅપથી કપલના ચાહકો નિરાશ થયા હતા. અહીં જાણો એવા સેલિબ્રિટી કપલ વિશે જેઓ તાજેતરમાં છૂટા થયા છે.
સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્ય: સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યને અપેક્ષા મુજબ તેમના સંબંધોમાંથી ખુશી મળી ન હતી. લગ્નના ચાર વર્ષ બાદ આ કપલે છૂટાછેડા માટે અરજી કરી હતી. સામંથા અને ચૈતન્યએ ગત વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં તેમના અલગ થવાની માહિતી આપી હતી. તેઓએ નિવેદનમાં લખ્યું હતું કે, 'ઘણો વિચાર-વિમર્શ પછી અમે અમારા રસ્તે પર આગળ વધવા માટે પતિ અને પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે...'
કેમિલા કેબેલો અને શોન મેન્ડેસઃ ગાયક શોન મેન્ડેસ અને કેમિલા કેબેલોએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ નવેમ્બરમાં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ વાતની જાણકારી કપલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી હતી. તેણે મેસેજમાં હતું કે, 'મિત્રો, અમે અમારા રોમેન્ટિક સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમારો એકબીજા માટેનો પ્રેમ પહેલા કરતા વધુ મજબૂત છે. અમે અમારા સંબંધો શ્રેષ્ઠ મિત્રો તરીકે શરૂ કર્યા હતા અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ મિત્રો બનીને રહીશું.'
આમિર ખાન અને કિરણ રાવઃ આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ 3 જુલાઈના રોજ છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેમના છૂટાછેડાને 'નવી સફર' તરીકે વર્ણવતા, દંપતીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું, "આ 15 સુંદર વર્ષોમાં અમે સાથે મળીને જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, પ્રેમ અને સન્માન સાથે આગળ વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. હવે પતિ અને પત્ની તરીકે નહીં, પરંતુ એકબીજા માટે કો-પેરન્ટ્સ અને ફેમિલી તરીકે."