એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મીકા સિંહ (Mika Singh) અને કમાલ આર ખાન (Kamaal R Khan)ની વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વિવાદ ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યો. કમાલ આર ખાને મીકા સિંહને અભણ9 ચિરકુટ-ગવાર કહ્યો તો સિંગરે KRK પર એક સ્પેશલ ગીત રિલીઝ કરવાનું વિચારી લીધુ છે. હાલમાં તેણએ આ ગીતની ધૂન અને તાલ ફેન્સ સાથે શેર કર્યા અને ગીતને #KRKKutta (બાર્કિંગ ડોગ) નામ આપ્યું છે. જે એક કમર્શિયલ ક્લબ સોન્ગ છે. સોશિયલ મીડિયા પર મીકનું આ ટ્વિટ ખુબજ વાયરલ થઇ રહ્યું છે. સલમાન ખાન અને મીકા સિંહ બંનેનાં ફેન્સ આ ધૂનને પસંદ કરી રહ્યાં છે.
વીડિયો શેર કરી મીકા લખે છે, 'હેલો.. ધૂન અને તાલ લગભગ તૈયાર છે. હવે અમે ગીત પર કામ કરી રહ્યાં છે. આટલી શાનદાર ધૂન માટે શારી અને તોશીનો આભાર. હું આ સ્પેશલ સોન્ગ #KRKKutta' કમાલ આર ખાન માટે બનાવી રહ્યો છું. પણ આ કોમર્શયલ ક્લબ સોન્ગ છે. વીડિયોમાં મીકા અને તોશી પહેલાં ધૂન સંભળાવે છે પછી કોઇ સંગીત વગર કુતરાનાં ભસવાનો અવાજ આવે છે.
મીકાની આ ટ્વિટ પર ઘણું રિએક્સન આવી રહ્યું છે. આ પહેલાં KRKએ મીકા પર ભડાસ કાઢતા એક ટ્વિટ કરી હતી. KRK તેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'આ ચિરકુટ, ગવાર સિંગર પોતાને સ્ટ્રોંગ અને અનુરાગ કશ્યલપ, કરન જોહરને કમજોર માને છે. આ લુખ્કાનો એક ભાઇ જેલ ગયો. બીજો ભાઇ જેલ ગયો અને પછી તે પોતે જેલમાં ગયો. આ છે તેની અસલી ઓકાત. કરણ અને અનુરાગનાં ડ્રાઇવરની વેલ્યુ તેનાંથી વધુ છે. અભણ છે કંઇપણ ફેંકશે.'