Home » photogallery » મનોરંજન » SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

સુશાંત સિંહ રાજપૂતની બેહન પર સવાલ ઉઠતા તેની ભાણી મલ્લિકા સિંહે (Mallilka Singh) ટ્રોલર્સને સ્પષ્ટતા આપતા કહ્યું કે, સુશાંતનો પરિવાર તેને મિત્ર સંદીપ સિંહ (Sandeep Singh)ને નથી ઓળખતો.

विज्ञापन

  • 17

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત મામલે (Sushant Singh Rajput Case)ની તપાસ હવે CBIનાં હાથમાં છે. પરિવાર અને ફેન્સને વિશ્વાસ છે કે જલદી જ સત્ય સામે આવશે. કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઇ હતી. તેમજ તે વાત પણ સામે આવશે કે, જો આ એક ષડયંત્ર હતું તો તેમાં કોણ કોણ શામેલ હતાં. સુશાંતનાં પરિવારવાળા સતત પ્રયાસમાં છે કે આ વાતનું સત્ય જાણવા મળી શકે. પણ સોશિયલ મીડિયા (Social Media)પર એક્ટરનાં પરિવારને જ ટ્રોલર્સ નિશાન બનાવી રહ્યાં છે. સુશાંતનાં નિધનનાં સમાચાર બાદ પરિવારમાં સૌથી પહેલાં તેની બહેન મીતૂ સિંહ (Meetu Singh) જ તેનાં ઘરે પહોંચી હતી. લોકોએ ટાર્ગેટ કર્યા તો ભાણી મલ્લિકા સિંહે (Mallika Singh) સત્ય જાહેર કરીને સૌનું મો બંધ કરી દીધુ હતું.

    MORE
    GALLERIES

  • 27

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન મીતૂ સિંહ (Meetu Singh) પર સોશિયલ મીડિયા પર જ્યારે સવાલ ઉઠવા લાગ્યા તો ભત્રીજીએ ટ્રોલર્સને જવાબ આપ્યા હતા કે, ટ્રોલર્સે મીતૂ સિંહને એમ કહીને ટ્રોલ કર્યા કે, સુશાંતનાં નિધન બાદ તેમનાં ચહેરા પર દુખ નહોતુ જોવા મળી રહ્યું. મલ્લિકાએ ટ્રોલર્સને આ વાત પર સ્પષ્ટતા આપતાં ફરી કહ્યું કે, સુશાંતનો પરિવાર તેનાં મિત્ર સંદીપ સિંહને (Sandeep Singh) નથી ઓળખતો.

    MORE
    GALLERIES

  • 37

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    મલ્લિકાએ ચાર પોઇન્ટ દ્વારા સ્પષ્ટતા આપી, 'હું મારી માસી અંગે ફેલાયેલી કેટલીક ગેરસમજઓ દૂર કરવા ઇચ્છુ છું' તેનાં પહેલાં પોઇન્ટમાં લખે છે, 'જો આપે ક્યારેય સાઇકોલોજી ભણી છે તો આપને માલૂમ હશે કે, ક્યારેક ક્યારેક આઘાતમાં વ્યક્તિ પોતાની ફિલિન્ગ્સ નથી દર્શાવી શકતું. મારી માસીની સાથે પણ એવું જ થયુ હતું. તે વિશ્વાસ ન કરી શકી કે એવું કંઇ થયુ છે. સૌથી પહેલાં મામૂનાં નિધનનાં સમાચાર તેમને મલળ્યા હતાં. તેમણે એકલીએ આ આઘાત સૌથી પહેલાં સહન કર્યો હતો.'

    MORE
    GALLERIES

  • 47

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    બીજો પોઇન્ટ- 'વકીલે તેમને ત્યાં ઉભા રહેવાં અને તે જોવા માટે કહ્યું કે, તે તમાં પર નજર રાખે કે તપાસ કેમ થઇ રહી છે. પણ જેમ તે ત્યાં પહોંચી મામૂને જોઇને તે બેભાન થઇ ગઇ. મામૂનાં અપાર્ટમેન્ટમાં ઘણો કિંમતી સામાન હતો માસીને તે ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું.'

    MORE
    GALLERIES

  • 57

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    ત્રીજો પોઇન્ટ- મારી માસીએ જ મામૂને બાઇક ચલાવતા અને ક્રિકેટ રમતાં શીખવ્યું છે, માસી જ ભાઇ બહેનોમાં સૌથી મજબૂત છે. તે વારંવાર તેમનો ફોન ચેક કરી રહી હતી કારણ કે તે તેમની દીકરી માટે પરેશાન હતાં. તેમની દીકરી રોયા કરતી હતી. તેથી તે તેમની દીકરી માટે મજબૂત બનવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તે તે સમયે વાળ ઠીક કરી રહ્યાં હતાં કારણ કે તેમનાં વાળ તેમની આંખો પર આવી રહ્યાં હતાં. ત્યાં ઘણાં કેમેરા મેન હતાં. અને વારંવાર આવતી કેમેરાનાં ફ્લેશને કરાણે તેમને પરેશાની થઇ રહી હતી. કારણ કે અમે તેનાં આદી નથી.

    MORE
    GALLERIES

  • 67

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    ચોથો પોઇન્ચ- મલ્લિકાએ ચોથા પોઇન્ટમાં લખે છે કે, પરિવારને માલૂમ નથી કે સંદીપ સિંહ કોણ છે. જ્યારે માસી મામૂની બોડી જોઇને બેભાન થઇ ગઇ તો ઇત્ફાકથી ત્યાં સંદીપ સિંહ હાજર હતો અને તેણે જ માસીને સંભાળી હતી. તે સંદીપને ઓળખતી નથી. હું ફરી સ્પષ્ટ કરવા માંગુ છું કે, પરિવારમાં કોઇ પણ સંદીપ સિંહને ઓળખતું નથી.

    MORE
    GALLERIES

  • 77

    SSR CASE: સુશાંતની બહેન પર ઉઠ્યા સવાલો તો, ભાણીએ કહ્યું કેટલીક ગેરસમજ દૂર કરવાની છે

    મલ્લિકા છેલ્લે લખે છે કે, મારી માસી પર ઉઠેલી આંગળી, મારા નાના-નાનીની પરવરિશ પર સવાલ ઉઠાવે છે. આ પાંચેય ભાઇ-બહેનમાં ખુબજ પ્રેમ છે. મારી નાનીનાં ગયા બાદ પણ બધાએ મામૂને ખુબજ લાડ કર્યો છે. પ્લીઝ અમારા પરિવાર વિરુદ્ધ ખોટું બોલવાનું બંધ કરો. અમે બધા જ ભાવનાત્મક શક્તિ સાથે લડી રહ્યાં છીએ.

    MORE
    GALLERIES