

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા સિંગર્સમાંથી એક કુમાર સાનૂ (Kumar Sanu) કોરોના વાયરસ (Coronavirus)નાં સંક્રમણનો શિકાર થઇ ગયા છે .90નાં દાયકમાં હિટ ગીતો આપનારા પ્લેબેક સિંગર કુમાર સાનૂની કોવિડ-19 (Covid 19) રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે તેનાં પરિવાર સાથે મળવાં લોસ એન્જલ્સ (Los Angeles) જવાનો હતો. પણ હવે તેની સફર પર બ્રેક લાગી ગયો ચે. કુમાર સાનૂ અને ગોરગાંવ સ્થિત ઘરમાં તમામ સાવધાની સાથે હોમ ક્વૉરન્ટીન (Home Quarantine) થઇ ગયા છે. આ માહિીત બાદથી જ કુમાર સાનુનાં ફેન્સ તેની જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.


કુમાર સાનૂ (Kumar Sanu)ને આ વાતની માહિતી ત્યારે મળી જ્યારે તેઓ અમેરિકાની હવાઇ યાત્રા કરતા પહેલાં તેમનાં જરૂરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમને તેમની અમેરિકાની યાત્રા રદ્દ કરવી પડી હતી અને પોતાને હોમ ક્વૉરન્ટીન કરવાનો નિર્ણય તેમણે લીધો હતો.


લોકડાઉનને કારણે તે તેમનાં પરિવારને ખુબજ યાદ કરી રહ્યાં હતાં. આશરે 9 મહિનાનાં લાંબા સમય બાદ તેઓ લોસ એન્જલસમાં રહેતા તેમનાં પરિવારને મળવાં જવાનાં હતાં. તેમણે પ્લાન કર્યો હતો કે તે 20 ઓક્ટોબરનાં પત્ની સલોની અને બંને દીકરીઓ સાથે તેમનો જન્મ દિવસ ઉજવશે. પણ કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેમનાં પ્લાન પર પાણી ફરી ગયુ છે.


કુમાર સાનૂની પત્ની સલોનીનાં જણાવ્યાં અનુસાર, જો તેઓ ત્યાં સુધીમાં સારા થઇ જશે તો તે 8 નવેમ્બરનાં અમેરિકા આવશે. તેમણે કહ્યું કે, ગત 9 મહિનાથી તેઓ અમને મળવાં માટે બેચેન છે. સલોનીએ જણાવ્યું કે, જો તેઓ બાદમાં યાત્રા કરવામાં અસમર્થ થાય છે તો, તેમનો પરિવાર તેમની સાથે તમામ તહેવાર ઉજવવાં મુંબઇ આવી જશે.