Home » photogallery » entertainment » SINDHU WINS BRONZE 1ST INDIAN WOMAN WIN 2 INDIVIDUAL OLYMPIC MEDALS MP

Tokyo Olympic: પીવી સિંધુએ ભારત માટે જીત્યો બ્રોન્ઝ મેડલ, બોલિવૂડ સ્ટાર્સે આપ્યાં વધામણાં

Tokyo Olympic 2020: ભારતીય બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ દેશનું નામ રોશન કરી ઇતિહાસ રચી દીધો છે. આજે ભારતીય શટલર ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલ મેચમાં ચીનની બિંગજિયાઓને 21-13-, 21-15થી હરાવી કાંસ્ય પદક (Bronze Medal) પોતાનાં નામે કર્યો છે. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. પીવી સિંધુએ સતત 2 ઓલિમ્પિક મેડલ જીતનારી પહેલી ભરતીય મહિલા બેડમિંટન ખેલાડી બની ગઇ છે. આ પહેલાં સિંધુએ રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ પોતાનાં નામે ક્રયો હતો. આ શાનદાર સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણાં બધા બોલિવૂડ સેલિબ્રિટીઝે પીવી સિંધુને વધમણાં આપ્યા છે.