એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13 (Bigg Boss 13) વિનર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ગત થોડા સમયથી સતત ચર્ચામાં છે. 2020માં સિદ્ધાર્થ શુક્લાનાં ખુબજ જલવા જોવા મળ્યાં. બિગ બોસમાં તેને દર્શકોથી ખુબ બધો પ્રેમ મળ્યો હતો. એટલું જ નહીં શો પત્યા બાદ પણ તે દર્શકોમાં ફેવરેઇટ છે. તેમાં પણ સિદ્ધાર્થ અને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડી શોથી જ લોકો પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં બહાર પણ બંને ઘણી વખત પાર્ટીઓમાં અને એમ પણ સાથે નજર આવે છે. હાલમાં જ શહનાઝે સિદ્ધાર્થની બર્થડે પર તેને શાનદાર પાર્ટી આપી હતી. (Photo credit: Viral Bhayani)
બિગ બોસ 13 વિનર અને એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યાં આ દરમિયાન શહનાઝ ગિલ (Shehnaaz Gill) પણ તેની સાથે જ હતી. બંનેએ હાલમાં જ ગોવામાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યા બાદ મુંબઇ પરત આવ્યાં છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (Photo credit: Viral Bhayani)