sidharth shukla death: ટીવી એક્ટર અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુકલાનું (Siddharth Shukla No more) હાર્ટ એટેકથી નિધન (Siddharth shukla heart attack death) થઇ ગયું છે. ગુરુવારે વહેલી સવારે સિદ્ધાર્થ શુક્લાની (Siddharth Shukla die) અચાનક વિદાયથી મનોરંજન જગત શોકમાં ડૂબ્યું છે. ત્યારે હોસ્પિટલ અને ઘરે મનોરંજન જગતના સ્ટાર્સ્ટ પહોંચ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સિદ્ધાર્થનો (Siddharth Shukla) મૃતદેહ બીએમસીની કપૂર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જોકે, આ દુઃખદ પ્રસંગે સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) નજીકના અને દૂરના સંબંધીઓ અને મિત્ર વર્તૂળ સિદ્ધાર્થના ઘરે અને કપૂર હોસ્પિટલ પહોંચ્યા છે. (વિકાસ ગુપ્તા સિદ્ધાર્થ શુક્લાના ઘરે)
જેમાં વાત કરીએ તો વિકાસ ગુપ્તા સિદ્ધાર્થ શુક્લાના ઘરે, હિન્દુસ્તાની ભાઉ અને અશોકે પંડીત કપૂર હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યારે અસિમ રિઆઝ કપૂર હોસ્પિટલ, રાહુલ મહાજન પણ હોસ્પિટલ પહોંચ્યા છે. શેહનવાઝ ગીલના ભાઈ અને વિશાલ સિંહ પણ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. (હિન્દુસ્તાની ભાઉ અને અશોકે પંડીત કપૂર હોસ્પિટલ પર)
સેફાલી ઝરીવાલા પણ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચી છે. આ ઉપરાંત સિદ્ધાર્થ શુક્લાના કાકી પણ દુઃખમાં ભાગીદાર થવા માટે આવી પહોંચ્યા છે. આ ઉપરાંત દેવોલીના દેવોલીના ભટ્ટાચારજી, જય ભાનુશાલી પણ દુઃખની ઘડીએ હાજર રહ્યા છે. એટલું જ નહીં બીજા અન્ય ટીવી સ્ટાર્સ પણ હોસ્પિટલ અને ઘર ઉપર પહોંચ્યા છે. (અસિમ રિયાઝ કપૂર હોસ્પિટલ પર)
સિદ્ધાર્થ શુક્લાના મોતથી મનોરંજન જગતના સ્ટાર્સના ચહેરા પર ચોખ્ખુ દુઃખ છલકાય છે. ઉલ્લેખનીય છે કે 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લા હાર્ટએટેક આવ્યો હતો. સિદ્ધાર્થે બુધવારે રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. મુંબઇની કુપર હોસ્પિટલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે. (કપૂર હોસ્પિટલ પર રાહુલ મહાજન)
શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી. ટીવી શો 'બાલિકા વધુ' અને 'દિલ સે દિલ તક'થી ફેમસ થઇ ગયો. તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા-6'માં પણ કામ કર્યું છે. (સિદ્ધાર્થ શુક્લાની કાકી)
પોલીસ અનુસાર આ મામલે કોઇ ફાઉલ પ્લે સામે નથી આવ્યો. સિદ્ધાથ શુક્લા કેસમાં BMC હેલ્થ વિભાગની ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી છે. અને આ મામલે કૂપર હોસ્પિટલનાં ડિન પાસેતી સંપૂર્ણ જાણકારી મેળવી છે. કૂપર હોસ્પિટલનાં ડીને જણાવ્યું કે, જ્યારે સિદ્ધાર્થને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે તેનું પહેલેથી જ મોત થઇ ગયુ હતું. (ડેવોલીના ભટ્ટાચારજી દુઃખમાં ભાગીદાર થવા પહોંચી)
હોસ્પિટલમાં દાખલ થતા પહેલાં જ તેનું નિધન થઇ ગયુ હતું તેથી પોલીસને સૂચિત કરવામાં આવ્યું છે. ડીસીપી અનુસાર સિદ્ધાર્થનું મોત કેવી રીતે થયું છે તે કહેવું મુશ્કેલ છે. મેડીકલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને સિદ્ધાર્થની સાથે રહેનારાએ નિવેદન લેવામાં આવશે. જે બાદથી જ કંઇ કહેવામાં આવી શકે છે. (જય ભાનુશાલી પણ સ્થળ ઉપર પહોંચ્યા)
સિદ્ધાર્થ શુક્લા ટીવી શો 'બાલિકા વધુ'થી સુપરહિટ થયો હતો. આ ઉપરાંત તે સીરિયલ્સમાં નજર આવ્યો. સિદ્ધાર્થ બિગ બોસ 13ની વિજેતા રહી ચૂકી છે. હાલમાં જ વેબ શો 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'માં નજર આવી હતી. સિદ્ધાર્ત શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980માં થયું હતું. (શેહનવાઝ ગીલના ભાઈ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા)
તેણે ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. અને બાદમાં આરબીઆઈમાં સિવિલ એન્જીનિયર નોકરી હતી. વર્ષ 2005માં તેણે 'વર્લ્ડ બેસ્ટ' મોડલ કંપીટિશનમાં ભાગ લીધો હતો. આ કોમ્પીટિશન તુર્કીમાં થઇ હતી. તે પહેલાં ભારતીય અને એસિયન હતો જેણે આ ટાઇટલ જીત્યું હતું. આ કોમ્પીટિશનમાં લેટિન અમેરિકા અને યૂરોપથી લોકો આવ્યાં હતાં. (વિશાલ સિંહ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા)