સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ફેન્સ કેટલાંય સમયથી આ કપલના એક થવાની રાહ જોઈ રહ્યા હતા, આખરે ગઈકાલે રાત્રે એવું થયું. 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કરીને બંનેએ કાયમ માટે એકબીજાના બની ગયા. સિડ અને કિયારાના લગ્નનું દરેક ફંક્શન શાહી અંદાજમાં થયું હતું. સંગીત, મહેંગી, હલ્દીથી માંડીને દરેક ધાર્મિક વિધિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સ્ટાર કપલના લગ્નમાં કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે.
જો આપણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ઇનકમની વાત કરીએ તો બંને બોલીવુડના એ-લિસ્ટ સ્ટાર છે અને તેમની ફી પણ કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ તેની એક ફિલ્મ માટે 8 કરોડ અને કિયારા એક ફિલ્મ માટે 5 કરોડ સુધી ચાર્જ કરે છે. આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાની નેટવર્થ લગભગ 80 કરોડ અને કિયારાની નેટવર્થ લગભગ 25 કરોડ હોવાનું કહેવાય છે.