Home » photogallery » મનોરંજન » SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

Royal Wedding Destination: સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્ન થવા જઇ રહ્યા છે ત્યારે તેઓનું લગ્ન સ્થળ સૂર્યગઢ પેલેસ આજકાલ ચર્ચામાં છે. આ સુંદર સ્થળમાં કેટલી ભવ્ય સુવિધાઓ છે અને કેટલું ભાડું છે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.

विज्ञापन

  • 19

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    લગ્ન માણસના જીવનમાં એક મોટી ઇવેન્ટ કહેવાય છે. શાહી લગ્નનો અંદાજ પણ રોયલ હોય છે. એમાં પણ જો ગ્લેમરની દુનિયાનું કોઈ કપલ લગ્ન કરે તો તો વાત જ શી કરવી. રોયલ વેડિંગ માટે  રાજસ્થાન ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આવા ઘણા સ્થળો છે, જે શાહી લગ્ન માટે જાણીતા છે. સૂર્યગઢ પેલેસ આમાંથી જ એક સ્થળ છે. જોવામાં આ હોટેલ જેટલી ભવ્ય  લાગે છે, તેની અંદરની સુવિધાઓ પણ એટલી જ રોયલ છે. હોટલની ભવ્યતા અને શાહી શૈલીને જોતા તેનું ભાડું પણ તે મુજબ વધારે જ છે. જાણકારી અનુસાર બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવાના છે. આવો અમે તમને આ હોટલની વિશેષતા અને અહીં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જણાવીએ. (ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાફિક્સ)

    MORE
    GALLERIES

  • 29

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    સૂર્યગઢ પેલેસમાં ફોર્ટ રૂમની અનોખી જ વ્યવસ્થા છે. તેની વેબસાઇટ suryagarh.com પર તેની વિશેષતા જણાવવામાં આવી છે કે તેને ખાસ મહેમાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફોર્ટ રૂમ્સ હેઠળ રાજસ્થાનની શાહી શૈલી અને ભવ્ય ભૂતકાળનો અનુભવ કરી શકાય છે. જો કે, આ કેટેગરીના રૂમમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેથી મહેમાનોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. વિશાળ વરંડાની સાથે, આકર્ષક ટાવર તમને મહેલ જેવો અનુભવ કરાવે છે. અહીં એક રાત્રિ રોકાણનું ભાડું 23 હજારથી 36 હજાર રૂપિયાની વચ્ચે છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 39

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    સૂર્યગઢ પેલેસમાં ગ્રાન્ડ હેરિટેજ રૂમની પણ જોગવાઈ છે. નામ સૂચવે છે તેમ, આ શ્રેણી હેઠળ ઉપલબ્ધ રૂમમાં રાજસ્થાનના સાંસ્કૃતિક વારસાની ખાસ કાળજી લેવામાં આવી છે. તે આધુનિક અને પરંપરાગત બાંધકામ શૈલીનું અનોખું ઉદાહરણ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ, હેરિટેજ રૂમમાં પણ પરંપરાગત સુવિધાઓ અને શૈલીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 49

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    સૂર્યગઢ પેલેસમાં આવેલ જેસલમેર હવેલીની વિશેષતાઓ તેને  બાકીના બધાથી અલગ બનાવે છે. તેની બનાવટમાં સૂર્ય અને રેતીના મિશ્રણની ખાસ કાળજી લેવામાં આવી છે. પરંપરાગત તેમજ સમકાલીન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેસલમેર હવેલીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે મહેમાનો ભૂતકાળ અને વર્તમાન બંનેનો અનુભવ કરી શકે. તેની સાથે જોડાયેલા પથ્થરો પર મનમોહક આકૃતિઓ કોતરવામાં આવી છે, જે એક અલગ જ અનુભવ આપે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં તમને દેશી રણની સંસ્કૃતિનો  પરિચય થાય છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 59

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    સૂર્યગઢ પેલેસમાં સિગ્નેચર સ્યુટની સાથે લક્ઝરી સ્યુટ પણ ઉપલબ્ધ છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે આ કેટેગરી નીચે ઉપલબ્ધ રૂમો ખૂબ મોટા અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. ખાસ કરીને લક્ઝરી સ્યુટ્સમાં બેડ ખૂબ આરામદાયક અને વિશાળ હોય છે. ફર્નિચરનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. લક્ઝરી સ્યુટ મહેમાનોના કમફર્ટનું ખાસ ધ્યાન રાખે છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 69

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    સૂર્યગઢમાં પેવેલિયન રૂમની તરીકે પણ અમુક રૂમ ઉપલબ્ધ છે. તેને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. ક્વોલિટી અને ફીચર્સની દ્રષ્ટિએ તે બેજોડ છે. રૂમની આ કેટેગરીમાં રહીને તમે બહારના નજારાનો આનંદ માણી શકો છો. ખાસ કરીને આ રૂમમાંથી તમે દૂર-દૂર સુધી ફેલાયેલા થાર રણનો નજારો તમારી આંખોમાં કેપ્ચર કરી શકો છો. જેમાં ફર્નીચર અને ડેકોરેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 79

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં સિગ્નેચર સ્યુટ હેઠળ વૈભવી અને રોયલ રૂમ ઉપલબ્ધ છે. સિગ્નેચર સ્યુટ ખૂબ મોંઘા હોય છે, પરંતુ સાથે તેઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તમે સ્યુટમાંથી રાજસ્થાનની સુંદરતા માણી શકો છો. દૂરથી જ તમે થાર રણના તે નજારો જોઈ શકો છો, જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય. સિગ્નેચર સ્યુટ હેઠળ રહેલા તમામ રૂમો ભવ્ય અને ઉત્કૃષ્ટ  ઇંટિરિયર ડિઝાઇનિંગના ઉદાહરણો છે. અહીં રોકાતા મહેમાનો તેમની સાથે અવિસ્મરણીય અને અદ્ભુત અનુભવ લઈને જાય છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 89

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સૂર્યગઢ સ્યુટની પણ જોગવાઈ છે. ખૂબ જ સુંદર હોવા ઉપરાંત, આ શ્રેણી હેઠળ ઉપલબ્ધ સ્યુટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સૂર્યગઢ સ્વીટ તો તમારી વ્યક્તિગત પસંદગીની ખૂબ કાળજી લે છે. સ્યુટ્સ મહેમાનોની વ્યક્તિગત પસંદગીઓ અનુસાર તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં પણ અહીં ઉપલબ્ધ રૂફટોપ પૂલ તેને અન્ય સ્યુટ્સથી અલગ પાડે છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES

  • 99

    SIDHARTH KIARA WEDDING: જબરદસ્ત! સિદ્ધાર્થ કિયારાનું લગ્ન સ્થળ 'સૂર્યગઢ' છે ભવ્યાતિભવ્ય, જુઓ એકથી એક ચડે એવા રૂમના PHOTOS

    જેસલમેર હવેલીની સાથે સૂર્યગઢ પેલેસમાં થાર હવેલી પણ છે. તેમાં ઉપલબ્ધ રૂમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તમને  ભૂતકાળના દિવસોના સુંદર વાતાવરણની ઝાંખી કરાવે છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થાર હવેલી તમને થાર રણને નજીકથી જોવાની તક આપે છે. સેન્ડસ્ટોનથી બનેલી આ હવેલી ખૂબ જ ખાસ છે. અહીં રોકાતા મહેમાનો પરંપરાગત તેમજ આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકે છે. (ફોટોઃ www.suryagarh.com તરફથી સૌજન્ય)

    MORE
    GALLERIES