એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ટીવીની દુનિયામાં પ્રખ્યાત એક્ટર છે. તેણે 'બિગ બોસ 13' (Bigg Boss 13) ની ટ્રોફી તેનાં નામે કરતાં પહેલાં જ લોકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી હતી. લોકોએ 'બિગ બોસ 13' દરમિયાન તેનો ઘણો જ એગ્રેસિવ સ્વભાવ જોયો. સાથે જ તેની લવિંગ પર્સનાલિટી પણ લોકોનાં ધ્યાનમાં આવી. તે તેનાં લવ અફેરને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ટીવીનો મોસ્ટ ડિઝાયરેબલ મેન તરીકે તેણે ઘણાં એવોર્ડ્સ પોતાનાં નામે કર્યાં છે ત્યારે નજર કરીએ કઇ કઇ એક્ટ્રેસ સાથે તેનું નામ જોડાઇ ચુક્યુ છે. (PHOTO:Instagram/realsidharthshukla)
દ્રષ્ટિ ધામી: દ્રષ્ટિ ઘણાં પોપ્યુલર ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તે 'મધૂબાલા', 'દિલ મિલ ગયે', 'ગીત' જેવાં શોથી દર્શકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દ્રષ્ટિ ધામી અને સિદ્ધાર્થની મુલાકાત 'ઝલક દિખલા જા'નાં શૂટ પર થઇ હતી ત્યારે તેમનાં અફેરની ચર્ચા થઇ હતી. તેઓ ઘણી વખત સાથે સમય વિતાવતા નજર આવ્યાં હતાં.<br />(Instagram/dhamidrashti/realsidharthshukla)
શહનાઝ ગિલ: ફેન્સને સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની કેમેસ્ટ્રી ઘણી પસંદ છે. તેઓ ઘણી વખત સાથે નજર આવે છે અને અવનવાં વીડિયો શેર કરતાં રહેતા હોય છે. હાલમાં જ તેમનાં બે આલ્બમ સોન્ગ રિલીઝ થયા છે. તેમની જોડી દર્શકોને ગમે છે તેઓ બિગબોસ 13નાં ઘરમાં મળ્યાં હતાં (@SidharthShukla instagram)