મુંબઇ: સુશાંત સિહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)માં કરણી સેનાનાં નેતા સુરજીત સિંહ રાઠોર (Surjeet Singh Rathore)એ દાવો કર્યો કે, 13 જૂનની રાત્રે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે મુલાકાત થઇ હતી. તેણે જણાવ્યું કે, રિયા સુશાંતનાં ઘરે તેને મળવાં ગઇ હતી. સુરજીત સિંહનાં આ દાવા પર દિવંગત એક્ટરનાં નજીકનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ (Siddharth Pithani) સત્ય જણાવ્યું છે.
સુરજીત સિંહ રાઠોર (Surjeet Singh Rathore)નાં દાવા બાદ ફરી એક વખત રિયા પર સવાલો ઉઠી રહ્યાં છે. હવે આ કેસમાં સુશાંતનાં મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ ટાઇમ્સ નાઉ સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વાત તદ્દન ખોટી છે. તેણે કહ્યું કે 13 જૂનનાં સુશાંત અને રિયા વચ્ચે કોઇ જ મુલાકાત થઇ ન હતી. આ વાતચીતમાં તેમે કહ્યું કે, 8 જૂનનાં રિયા ઘરેથી જતી રહી હતી તે બાદ તે પરત આવી ન હતી, સુરજીત સિંહ રાઠોર દ્વારા લગાવવામાં આવેલાં તમામ આરોપો સિદ્ધાર્થે ખોટા ઠેરવ્યાં છે.
સુશાંતનાં નિધનનાં આટલાં સમય બાદ કેમ સુરજીતે આ વાત જાહેર કરી? કેમ અત્યાર સુધી આ વાત તેણે તપાસ કરતાં અધિકારીઓને કેમ નહોતી જણાવી? તેનાં પર જવાબ આપતાં તેણે કહ્યું કે, CBIએ તેમનો સંપર્ક કર્યો ન હતો. સુરજીતનું કહેવું છે કે આ પહેલાં પણ તેણે આ વાત કહી હતી. પણ મીડિયાએ તેનાં નિવેદન પર ધ્યાન આપ્યું ન હતું.