એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શ્વેતા તિવારીના કહેવા પ્રમાણે, બીજી પ્રેગ્નન્સી બાદ તેનું વજન ઘણું વધી ગયું હતું. તેણીએ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "હું 73 કિલોની થઈ ગઈ હતી. 'હમ તુમ ઔર અસ' શરૂ કરતા પહેલા, મને મારા પાત્રમાં ફિટ થવા માટે વજન ઘટાડવાની સખત જરૂર હતી." (Photo- Instagram @shweta.tiwari)

શ્વેતાના જણાવ્યા અનુસાર, પહેલા તેની પાસે વ્યસ્તતાને કારણે કસરત કરવા માટે પૂરતો સમય ન હતો, તેથી તે તેના ન્યુટ્રિશનિસ્ટ કિનીતા કડકિયા પટેલ દ્વારા સૂચવવામાં આવેલ આહારનું પાલન કરતી હતી. આ કારણે તેનું પ્રારંભિક 10 કિલો વજન ઓછું થયું હતું. પછી ધીમે ધીમે તેણે તેની ટ્રેનિંગને રૂટીનનો ભાગ બનાવી દીધો. (Photo- Instagram @shweta.tiwari)
શ્વેતાની ન્યુટ્રિશનિસ્ટ અનુસાર, શ્વેતાના ફૂડમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટનું ખૂબ જ સારું સંયોજન છે. આ ઉપરાંત, શ્વેતા દિવસભર પોતાને હાઇડ્રેટ રાખવા માટે ઘણું પાણી પીવે છે. આ સાથે તેને તાજા ફળોના જ્યુસ અને નારિયેળ પાણી પણ પીવાનું પસંદ છે. આ સિવાય શ્વેતા યોગા પણ કરે છે અને વીકએન્ડમાં દીકરી સાથે સ્વિમિંગ પણ કરે છે. (Photo- Instagram @shweta.tiwari)