ઘણા એવા પાકિસ્તાની સ્ટાર્સ છે જેમને ભારતમાં ઘણા પસંદ કરલામાં આવ્યા છે. અલી ઝફર, ફવાદ ખાન, આતિફ અસલમ અને એવા ઘણા નામો છે, જેમણે હિંદી ફિલ્મોમાં ખુબ લોકપ્રિયતા મળી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, બોલીવુડમાં પણ એવા ઘણા અભિનેતાઓ છે જેમણે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું છે. આ લિસ્ટમાં અરબાઝ ખાન અને નસીરૂદ્દીન શાહ જવા ઘણા સ્ટોર્સનું નામ સામિલ છે. પરંતુ કેટલાક નામ સાંભળીને તો તેમને પણ વિચારમાં પડી જશો. ફિલ્મોમાં પોતાના અભિનયથી અલગ ઓળખ ધરાવતા અરબાઝ ખાન બોલીવુડના સુપરસ્ટાર છે. હિંદી ફિલ્મોમાં કામ કરવા સાથે સાથે તેમણે પાકિસ્તાની ફિલ્મો ‘ગોડફાધર’માં પણ કામ કર્યું છે. (તસવીર: Instagram)