એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેનાં બિઝી શિડ્યૂલને કારણે બીમાર થઇ ગઇ છે. તેણે મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેનો ઇલાજ ચાલુ છે. તે હાલમાં જ સ્ટંટ બેઇઝ શો 'ખતરો કે ખિલાડી 11'માં નજર આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જલ્દી જ 'બિગ બોસ 15' ટ્રાઇબ લીડર બની શામેલ થવાની છે. શ્વેતા તિવારીની ટીમનું કહેવું છે કે, તે ઠીક છે અને રિકવર થઇ રહી છે. તેને કમજોરી અને લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે સંપૂર્ણ ઠીક છે. (PHOTO- Instagram)
આજ તકની ખબર મુજબ, ટીમ તરફથી એક નિવેદ જાહેર કરવામાં આવ્યું છે, 'અમને ઘમાં ફોન કોલ્સ આવી રહ્યાં છે. કોલ્સ કરનારા ફેન્સ શ્વેતાનાં સ્વાસ્થ્ય અંગે જાણવાં ઇચ્છે છે. શ્વેતા તિવારીને લો બલ્ડ પ્રેશર અને કમજોરી અનુભવ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ગત કેટલાંક દિવસોથી સતત ટ્રાવેલ કરતી હતી. બની શકે છે તેને કારણે તેને કમજોરી અનુભવ થઇ હોય.' (PHOTO- Instagram)
શ્વેતાની ટીમે કહ્યું કે, 'અમે તે તમામ લોકોનો આભાર માનીયે છીએ, જેણે એક્ટ્રેસ માટે દુઆઓ કરી છે, તે હાલમાં આરામ કરે છે અને ધીમે ધીમે સ્વસ્થ થઇ રહી છે. થોડાં દિવસોમાં તે ઘરે પરત આવી જશે' થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતાનાં પગ દબાવતી નજર આવી હતી. (PHOTO- Instagram)