

ઓક્ટોબર મહિનો અડધો પૂરો થઇ ગયો છે. અને ઠંડીની ઋતુ શરૂ થઇ ગઇ છે. પણ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ પોતાની કેટલીક તેવી તસવીરો શેર કરી છે જેણે તાપમાન ગરમ કરી દીધી છે. સીરિયલ કસૌટી જિંદગી કી (Kasauti Zindagi ki)માં પ્રેરણા બનીને લોકોના મનમાં આજે પણ ખાસ જગ્યા બનાવનાર એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં પોતાની દીકરી પલક સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી તસવીરો શેર કરી છે. જેમાં તે બંને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. (Photo- @shweta.tiwari/Instagram)


ખાલી શ્વેતા જ નહીં તેમની પુત્રી પલક તિવારી (Palak Tiwari) પણ આ પૂલ પાર્ટીમાં તેમની સાથે હતી. અને તેને બ્લેક મોનોકિની પહેરી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી હતી. જેમાં તે ખૂબ જ બ્યૂટીફુલ લાગતી હતી. (Photo- @palaktiwarii/Instagram)


શ્વેતાની આ હાલની તસવીરોમાં તે પુલમાં વાઇટ અને પીંક રંગના ટી પીસમાં નજરે પડે છે. શ્વેતા આ રીતે બિકનીમાં ભાગ્યે જ તસવીરો પડાવે છે. અને આજ કારણ છે કે શ્વેતાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. (Photo- @shweta.tiwari/Instagram)


શ્વેતા તિવારી હાલમાં જ સોની ચેનલના શો મેરે ડેડ કી દુલ્હનમાં એક્ટર વરુણ બડોલાની સાથે નજરે આવી રહી છે. અહીં લોકોને તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. અને આ સિરિયલથી પણ તેને સારી એવી પોપ્યુલારિટી મળી રહી છે. (Photo- @shweta.tiwari/Instagram)


તમને જણાવી દઇએ કે શ્વેતા આ પહેલા બિગ બોસમાં પણ નજરે આવી ચૂકી છે. અને તેની આ શોમાં પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. તે Bigg Boss 4ની વિનર પણ રહી ચૂકી છે. (Photo- @shweta.tiwari/Instagram)


તો બીજી તરફ શ્વેતાની પુત્રી પલક તિવારીની વાત કરીએ તો પલક પણ જલ્દી જ બોલિવૂડમાં પોતાનો ડેબ્યૂ કરવાની છે. તેની ફિલ્મ રોજીનું પોસ્ટર બહાર પડી ચૂક્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અને લોકો પણ તેને આ ફિલ્મમાં જોવા માટે આતુર છે. (Photo- @palaktiwarii/Instagram)


ફિલ્મ રોઝીમાં પલકની સાથે વિવેક ઓબેરોય પણ નજરે પડશે. ત્યારે પોતાની ફિલ્મ પહેલા જ પલક સોશિયલ મીડિયામાં પણ તે ખૂબ લોકપ્રિય થઇ ચૂકી છે. (Photo- @palaktiwarii/Instagram)