Home » photogallery » મનોરંજન » અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

Actress Shweta Basu Prasad: અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની પ્રતિભા બતાવી છે. તેણીએ વર્ષ 2002 માં ફિલ્મ 'મકડી' દ્વારા બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જોકે હવે તેના પર ગંભીર આરોપ લાગ્યા છે.

विज्ञापन

 • 17

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  નવી દિલ્હી: અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદનો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો, પરંતુ બાદમાં તેનો આખો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. શ્વેતાએ ખૂબ જ નાની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2002 માં, તેણે 'મકડી' માં ડબલ રોલ સાથે તેની ફિલ્મી શરૂઆત કરી, જેના માટે તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તેણીએ ટેલિવિઝનમાં શરૂઆત કરી, પરંતુ ટૂંક સમયમાં બોલીવુડમાં પણ તેની આવી ગઈ હતી. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 27

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  શ્વેતાએ સિલ્વર સ્ક્રીન પર સફળતા મેળવ્યા પછી, તેણે ટીવી શો 'કહાની ઘર ઘર કી' અને 'કરિશ્મા કા કરિશ્મા' માટે ઘણી પ્રશંસા મેળવી હતી. 2005 માં, દિગ્દર્શક નાગેશ કુકુનૂરે તેણીની પ્રતિભાને ફરીથી ઓળખી હતી અને તેણે તેણીને ફિલ્મ 'ઇકબાલ' ઓફર કરી, અને તે ફિલ્મમાં 'ખાદીજા'ની ભૂમિકા સાથે મોટા પડદા પર છવાઈ ગઈ હતી. તેણે 'ઇકબાલ' માટે '5મા કરાચી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો હતો. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 37

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  તેની લાઈફમાં બધું બરાબર ચાલી રહ્યું હતું કે અચાનક સપ્ટેમ્બર 2014માં મીડિયા રિપોર્ટ્સ અનુસાર,પોલીસના દરોડા પછી શ્વેતાની હૈદરાબાદની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા વેશ્યાવૃત્તિના આરોપમાં તેણીની અટકાયત કરવામાં આવી હતી, અને તેને બચાવ ગૃહમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેણીને બે મહિના જેટલા સમય સુધી રાખવામાં આવી હતી. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 47

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  એ જ વર્ષે ડિસેમ્બરમાં, હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે (નામપલ્લી) તેની સામેના તમામ આરોપો રદ કર્યા હતા. તેણીની મુક્તિ પછી, તેણીએ જણાવ્યું હતું કે તેણીની ધરપકડ સમયે, તે સંતોષમ ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી રહી હતી અને આયોજકો દ્વારા તેના માટે ફાળવવામાં આવેલી હોટેલમાં જ તે રોકાઈ હતી. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 57

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  મુખ્ય અભિનેત્રી 'નંદાની' તરીકે શ્વેતાએ બાલાજી ટેલિફિલ્મ્સની ટેલિવિઝન શ્રેણી 'ચંદ્ર નંદાની' સાથે ભવ્ય પુનરાગમન કર્યું હતું, અને તેની આગામી હિન્દી ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સની 'બદ્રીનાથ કી દુલ્હનિયા' હતી. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 67

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  શ્વેતા ત્યાર પછી તેના લગ્નને લઈને પણ ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતા રોહિત મિત્તલ અને શ્વેતા બાસુ પ્રસાદે વર્ષ 2017માં સગાઈ કરીને તેમના સંબંધોને એક નવું નામ આપ્યું હતું. 2018 માં, બંનેએ લગ્ન કર્યા અને 2019 માં, બંને આખરે અલગ  પણ થઈ ગયા હતા. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES

 • 77

  અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

  જો કે તેમનો સંબંધ લગભગ 8 મહિના જ ચાલ્યો હતો. શ્વેતાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા  તેઓના સંબંધોમાં રહેલી ખટાશ વિશે પણ જણાવ્યું હતું. તેણીએ ડિસેમ્બર 2019માં રોહિતથી અલગ થવા વિશે જાણ કરી હતી અને એમ પણ લખ્યું હતું કે છૂટાછેડા લીધા પછી  પણ તે રોહિતની સારી મિત્ર બનીને રહેશે. (ફોટો સૌજન્ય: Instagram @shwetabsuprasad11)

  MORE
  GALLERIES