એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પોપ્યુલર સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal)એ ગત મહિને જ તેનાં પ્રેગ્નેન્સીનાં સમાચાર ફેન્સને આપ્યાં હતાં. શ્રેયા ઘોષાલે તેનાં બેબી બંપ (Shreya Ghoshal Pregnancy)ની સાથે એક શાનદાર ફોટો શેર કરતાં તેનાં પ્રેગ્નેન્ટ થવાની જાહેરાત કરી હતી. ફોટોમાં શ્રેયા પ્રેમથી તેનાં બેબી બમ્પ તરફ નિહાળતી નજર આવે છે. શ્રેયા જલ્દી જ તેનાં પહેલાં બાળકને જન્મ આપવાની છે. હાલમાં જ તેણે તેનાં બેબી શાવરની તસવીરો શેર કરી છે. (photo credit: instagram/@shreyaghoshal)
શ્રેયા ઘોષાલે તેનાં બેબી શાવરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. (photo credit: instagram/@shreyaghoshal)
આ તસવીરોથી માલૂમ થાય છે કે, કોરોનાની વચ્ચે વર્ચ્યુઅલ બેબી શાવરની તસવીર શેર કરી છે. (photo credit: instagram/@shreyaghoshal)
આ તસવીરોથી માલૂમ થાય છે કે, કોરોનાની વચ્ચે વર્ચ્યુઅલ બેબી શાવર રાખવામાં આવ્યો હતો. (photo credit: instagram/@shreyaghoshal)
શ્રેયા ઘોષાલની ડિલીવરીનાં કેટલાંક મહિના પહેલાં, તેનાં મિત્રોએ ઓનલાઇન બેબી શાવરની પાર્ટીનું આયોજન કર્યું હતું. (photo credit: instagram/@shreyaghoshal)
તસવીર શેર કરતાં શ્રેયાએ લખ્યું છે, જ્યારે આપ મિત્રોથી દૂર રહીને પણ પોતાને પેમ્પર કરવાનો નિર્ણય લો છો. મારા ક્યૂટ બાવરીજ તરફથી મળેલી સરપ્રાઇઝ ઓનલાઇન બેબી શાવર (photo credit: instagram/@shreyaghoshal)
સિંગરે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેનાં બેબી શાવરની કેટલીક અજાણી તસવીર શેર કરી છે, જેમાં તે તેનાં મિત્રો સાથે વાત કરતી નજર આવી રહી છે. (photo credit: instagram/@shreyaghoshal)
સૌએ કંઇને કંઇ બનાવ્યું છે. કે પોતાનાં હાથેથી બનાવીને મારા માટે મોકલી છે. ખુબ બધી મસ્તી અને ગેમ્સ... હું કેટલી ભાગ્યશાળી છું. (photo credit: instagram/@shreyaghoshal)