નવી દિલ્હી: વર્ષ 1986માં એક ફિલ્મ આવી હતી જેનુ નામ હતું ‘નામ (Naam)’. આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt) અને કુમાર ગૌરવ (Kumar Gaurav મુખ્ય રોલમાં હતા અને આ ફિલ્મ સંજય દત્ત માટે કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આજે અમે તમને આ ફિલ્મ વિશે જોડાયેલા કેટલાક એવા ફેક્ટ જણાવીશું, જેના વિશે જાણી તમે દંગ રહી જશો.
જાવેદ અખ્તરથી અલગ થયા બાદ નામ ફિલ્મ સલીમન ખાનની પ્રથમ એકલા હાથે તૈયાર કરેલી ફિલ્મ હતી. જેમાં સલીમની કહાણીએ ધમાલ મચાવી દીધી હતી. ત્યાં જ વાત કરીએ સંજય દત્તની તો તેમની પ્રથમ ફિલ્મ રોકી બાદ તેમણે અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમનો કોઇ જાદુ ચાલ્યો નહતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન તેમને ડ્રગ્લ લેવાની લત લાગી ગઇ હતી અને ફિલ્મ નામ કરતા પહેલા તે રિહૈબ સેન્ટરથી પરત ફર્યો હતો.
ફિલ્મ નામમાં કામ કર્યા બાદ જ સંજય દત્તની કિસ્મત ચમકી ગઇ હતી પરંતુ તેનો શ્રેય મહદઅંશે તેના જીજાજી કુમાર ગૌરવને જાય છે. કહેવામાં આવે છે કે, દિગ્ગજ અભિનેતા રાજેન્દ્ર કુમાર કુમાર ગૌરવના કરિયરને લઇ ખુબ જ પરેશાન હતા અને તેમણે ફિલ્મ નામને પ્રોડ્યૂસ પોતાના દીકરાના કરિયરને સવારવા માટે કર્યું હતી. પરંતુ કુમાર ગૌરવ ઇચ્છતો હતો કે ફિલ્મમાં તેની ભૂમિકા તેનો સાળો સંજય દત્ત ભજવે અને તેવું જ થયું...
ખરેખરમાં સંજય દત્ત ફિલ્મમાં જે ભૂમિકામાં હતો તે કુમાર ગૌરવ માટે લખવામાં આવી હતી. પરંતુ કુમાર ગૌરવે પોતાની ભૂમિકા સંજય દત્તને આપી દીધી હતી. ફિલ્મ રિલીઝ થઇ તો બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ. બે ભાઇઓની ભાવુક કરતી સલીમ ખાનની આ કહાણી લોકોને ખુબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મ બાદ કુમાર ગૌરવને તે ઉપલબ્ધિ મળી શકી નહી જેનો તે હકદાર હતો.