મુંબઈ: શમિતા શેટ્ટી (Shamita Shetty ) રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'નો (Bigg Boss OTT) ભાગ બન્યા બાદથી જ હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. આ સમયે તેનો પરિવાર એટલે કે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને જીજાજી રાજ કુન્દ્રા (Raj kundra) મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શમિતાને શોમાં જોઈને તેના ફેન્સ અને લોકો ચોંકી ગયા છે. આ કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, તે શોની લોકપ્રિય સ્પર્ધક તરીકે જોવ મળી રહી છે. દર્શકો તેમના વિશે વધુને વધુ જાણવા માંગે છે. તો આજે જાણીએ શમિતા શેટ્ટી (Shamita Shetty source of Income) કઇ રીતે લાખોમાં કમાય છે.
શમિતા લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ તે ગયા વર્ષે વેબ સિરીઝ 'બ્લેક વિડો'માં જોવા મળી હતી. આવી સ્થિતિમાં, પ્રેક્ષકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે, તેની કમાણીનો સ્ત્રોત શું છે? અને તે કેટલું કમાય છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમિતા વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના કામમાં પણ સામેલ છે. તે આ કામોથી લાખોની કમાણી કરે છે. તેની નેટવર્થ 1થી 5 મિલિયન ડોલરની વચ્ચે હોવાનું કહેવાય છે.
જ્યારથી શમિતાનો સાળો રાજ કુન્દ્રા વિવાદોમાં આવ્યો છે, લોકો તેને આ બાબત સાથે જોડતા જોઈ રહ્યા છે. આ કારણે તે ટ્રોલિંગનો શિકાર પણ બની છે. જ્યારે તેને 'બિગ બોસ ઓટીટી'માં રાજ કુન્દ્રા કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શમિતાએ કહ્યું હતું કે, આ વિવાદ પહેલા તેણે બિગ બોસના કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. આવા કેટલાક સમાચાર મીડિયામાં પણ સામે આવ્યા છે, જે તેમને ખોટા ગણાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોમાં જોડાવાના એક દિવસ પહેલા શમિતાને આ ઓફર મળી હતી.