ટીવી સીરિયલ્સમાં સ્ક્રિન પર રોમેન્ટિક જોડીઓ અસલ જીવનમાં એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતાં. જે પડા પર ભલે એકબીજાને પ્રેમ કરતાં હોય પણ કેમેરો બંધ થતાં તેઓ એકબીજાની સામે જોવાનું પસંદ નથી કરતાં. તો કેટલીક જોડીઓ એવી છે જેમાં ગુમ હૈ કિસી કે પ્યાર મે..નાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા સિંહ, 'પવિત્ર રિશ્તા'નાં અંકિતા લોખંડે-સુશાંત સિંહ રાજપૂત, ઋત્વિક ધંજાની અને આશા નેગી.. જેવી ઘણી જોડી છે જેઓને તેમનો પ્રેમ સેટ પર મળી ગયો છે. તો ચાલો આજે નજર કરીએ એવી જોડીઓ પર જેઓ વચ્ચે જરાં પણ પ્રેમ નથી પણ તેઓ ઓનસ્ક્રિન એવી રીતે જોવા મળે છે જાણે કઇ કઇ જોડી છે આ લિસ્ટમાં
રુપાલી ગાંગુલી અને સુધાંશૂ પાંડે- હાલમાં 'અનુપમા' દર્શકોની વચ્ચે ખાસ પસંદ કરવામાં આવતો શો છે. અનુપમા ગત કેટલાંક મહીનાઓથી ટીઆરપી ચાર્ટમાં ટોપ પર નજર આવે છે. શોમાં રુપાલી ગાંગુલી અને સુધાંશૂ પાંડે લીડ જોડી છે. પણ હાલમાં જ ખબર મુજબ, આ લીડ જોડીની વચ્ચે કંઇ જ ઠીક નથી ચાલતું. (PHOTO- @sudanshu_pandey/Instagram)
રશ્મી દેસાઇ અને સિદ્ધાર્થ -રશ્મી દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે અફેર અને ક્લોઝનેસ સુધીની ખબર હતી પણ બાદમાં આ જોડી વચ્ચે સંબંધ એવાં બગડ્યાં કે તેઓ વચ્ચે નફરત થઇ ઇ અને તેમનાં વચ્ચે બોલવાનાં પણ સંબંધ નહોતા રહ્યાં. આ જોડી ટીવી શો 'દિલ સે દિલ તક'માં લિડ જોડી તરીકે જોવાં મળી. આ સીરિયલમાં જસમીન ભસીન પણ મહત્વનાં રોલમાં છે. ઓન સ્ક્રીન તેમનાં વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય પણ રિઅલ લાઇફમાં કંઇ જ ઠીક ન હતું.
શિલ્પા શિંદે અને રોહિતાશ ગૌડ- સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીનો રોલ અદા કરનારી એક્ટ્રેસ શિલ્પા શિંદેએ શોનાં મેકર્સ પર તેને શોષિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સીરિયલથી નીકળી તેને ઝઘડો આમ તો વિકાસ ગુપ્તાની સાથે સૌએ જોયો પણ શોથી અલગ થયા બાદ શિલ્પાએ ક્યારેય તેનાં પતિનું કિરદાર બનાવનારા એક્ટ્રેસ રોહિતાશ ગૌડ અંગે કોઇ સારી વાત નથી કરી. હાલમાં જ એક પોસ્ટ દરમિયાન શિલ્પાએ લખ્યું હતું કે, તે ક્યારેક ક્યારેક આ શો માત્ર 'વિભૂતિ જી' અને 'સક્સેના જી' માટે જોઇ લે છે બસ.