<br />એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાની કહેવાતી ગર્લફ્રેન્ડ શહનાઝ ગીલ તેને અંતિમ દર્શન અને અંતિમ વિદાય આપવાં ઓશીવારા સ્માશગૃહ પહોંચી ગઇ છે. આ સમયે તેની તસવીરો સામે આવી છે જે જોઇને ફેન્સ પણ રડી પડ્યાં છે. સિદ્ધાર્થનું નિધન ગુરુવારે હાર્ટએટેકને કારણે થઇ ગયું. મુંબઇની કૂપર હોસ્પિટમલાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમાચાર સામે આવતાં જ સૌ કોઇને સિદ્ધાર્થનાં પરિવાર અને શહનાઝ ગીલની ચિંતા સતાવી રહી છે. શહનાઝની શું સ્થિતિ હશે ગત રોજથી જ સૌ કોઇ જાણવાં માંગતા હતાં. એવામાં આજે શહનાઝની તસવીરો સામે આવી છે.
શહનાઝ ગિલ (Shehnaaz Gill)નાં પિતાએ આખો ઘટનાક્રમ અંગે વાત કરતાં કહ્યું કે, શહનાઝ તેને સવારે ઉઠાડવાં તેનાં રુમમાં ગઇ તો સિદ્ધાર્થે કંઇ જ રિસ્પોન્ડ ન કર્યું. તેણે તેને ખોળામાં લીધો તો પણ સિદ્ધાર્થ તરફથી કોઇ જ રિસ્પોન્ડ ન આવ્યો. પછી તેણે સિદ્ધાર્થની આખી ફેમિલીને બોલાવી જે આસ-પાસમાં જ રહે છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. શહનાઝ કહે છે, તે નથી તો હવે હું કેવી રીતે રહીશ.'
સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ ઓશિવારાનો સ્માશાન ઘાટ પહોંચી ગયો છે, જ્યાં તેનો અંતિમ સંસ્કાર થવાનો છે. પોલીસે મીડિયાને બહાર રોકી છે પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે, અંતિમ દર્શન માટે એક્ટરનું શરીર તેનાં ઘરે લઇ જવામાં આવશે. પણ એમ થયું નહીં. સિદ્ધાર્થનો દેહ સીધો જ ઓશીવારા સ્માશાન ઘાટ લઇ જવામાં છે.
આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગઇ છે. ગુરૂવારે તેનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ કરી હતી અને આશરે 10.30 વાગ્યે તેને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યો હતો. સિદ્ધાર્થનો પીએમ (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટ સામે આવી ગયો છે. પણ આ રિપોર્ટમાં તેનાં મોતનું કારણ માલૂમ થયુ નથી.