પંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પોતાના વીડિયો દ્વારા ટીવીના સૌથી વિવાદીત રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) સુધી પહોંચનારી એક્ટ્રેસ શહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. જો કે હાલમાં વજન ઉતારીને શહેનાઝ ફરી ચર્ચામાં છવાઇ ગઇ છે. તેના ફેન્સ તેનું આ ટ્રાંસફોર્મેશન જોઇને ચોંકી ગયા છે. તેણે 6 મહિનામાં 12 કિલો વજન ઓછું કર્યું છે. (Weight Loss Journey) જે લોકોને ચોકાવી મૂક્યા છે. (Photo Credit- @shehnaazgill/Instagram)
શહનાઝનું કહેવું છે કે બિગ બોસ 13 દરમિયાન હંમેશા તેના વેટને લઇને વાતો થતી રહેતી હતી. આ માટે તેણે વજન ઓછું કરીને બધાને એક સાથે જવાબ આપવાનું વિચાર્યું. તેણે કહ્યું કે લોકડાઉનમાં મારું બહું બધુ કામ અટકાઇ પડ્યું ગયું હતું. મેં વિચાર્યું કે ખાલી સમયમાં વેટલોસ જ કરી લઉં. આપણ પણ બિગ બોસમાં કેટલાક લોકોએ મારા વજનનો મજાક ઉડાવ્યો હતો. મેં વિચાર્યું કે ચલો આ લોકોને કહી દઉ કે હું પણ પતળી થઇ શકું છું. વજન ઓછું કરવું મુશ્કેલ નથી તમે વિચારો તો તે કરી શકો છો. (Photo Credit- @shehnaazgill/Instagram)