એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં નિધન બાદથી ફેન્સ તેને સતત યાદ કરી રહ્યાં છે. 2 સ્પટેમ્બરનાં હાર્ટ એટેકથી સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. જે બાદ સતત મિત્રો અને ફેન્સ દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહીછે. સિડનાં અંતિમ સંસ્કાર બાદથી જ શહનાઝ ગિલ (Shehnaaz Gill) નાં ભાઇ શહબાઝ બાદશાહ (Shehbaz Badesha) દરરોજ સિદ્ધાર્થને યાદ કરે છે. હવે શહબાઝે સિદ્ધાર્થનું ટેટૂ તેનાં હાથ પર બનાવડાવ્યું છે. Photo: @badeshashehbaz instagram