એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં મોતની ખબરથી ટીવી અને ફિલ્મી દુનિયાની હસ્તીઓને આંચકો લાગ્યો છે. આજે સવારે હાર્ટ એટેકથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઇ ગયુ છે. (Siddharth Shukla dies of heart attack) ફ્કત 40 વર્ષની ઉંમરે એક્ટરનું આમ છોડીને જવું કોઇ ભયાનક આંચકાથી ઓછું નથી. એવામાં સિદ્ધાર્થનાં મોતની ખબરથી તેની સૌથી નિકટ મિત્ર શહનાઝ ગિલ (Shehnaaz Gill) ખુબજ આઘાતમાં છે. શહેનાઝ આજે એક એડ શૂટમાં બિઝી હતી. પણ જેમ તેને સિદ્ધાર્થનાં મોતનાં સમચાર મળ્યાં તે શૂટિંગ વચ્ચે છોડી સિદ્ધાર્થનાં પરિવાર પાસે જતી રહી છે. આજ પરિસ્થિતિ રશ્મિ દેસાઇ (Rashmi Desai)ની છે. તેનાં માટે આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
એક સમયે સિદ્ધાર્થની ખુબજ નિકટ રહેલી રશ્મિ દેસાઇ અને બિગ બોસનાં ઘરમાં તેની સાથે ઝઘડા કરનારી રશ્મિ દેસાઇ માટે પણ આ ખબર દિલ તોડનારી હતી. જ્યાં બિગ બોસ 13માં નજર આવેલાં અન્ય સ્પર્ધકોએ પણ આ ખબર પર દુખ જતાવ્યું છે. તો રશ્મિ સાથે જ્યારે અમે ફોન પર વાત કરવાંનો પ્રયાસ કર્યો તો તે વાત નહોતી કરી શકી. રશ્મિ આ ખબર બાદ આઘાતમાં છે. આપને જણાવી દઇએ કે, રશ્મિ અને સિદ્ધાર્થ ટીવી શો 'દિલ સે દિલ તક'માં પતિ-પત્નીનાં પાત્રમાં હતાં.
આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થનું શવ કૂપર હોસ્પિટલમાં છે. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, એક્ટરની મોત હોસ્પિટલ પહોંચતા પહેલાં જ થઇ ગઇ છે. તે પોલીસ આ મામલે કોઇ પ્રકારનાં ફાઉલ પ્લે હોવાનો ઇન્કાર કરી રહી છે. સામે આવેલી માહિતી અનુસાર સિદ્ધાર્થનું શવ BMCનાં કૂપર હોસ્ટિપલમાં છે અને હોસ્પિટલ અનુસાર સિદ્ધાર્થની મોત હાર્ટ અટેકથી થઇ છે.