એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શક્તિ કપૂરનો પરિવાર અનેક ચોંકાવનારા વિવાદોમાં (Shakti Kapoor Controversy) ફસાયેલો રહ્યો છે. તેના કાસ્ટિંગ કાઉચ સ્ટિંગ ઓપરેશન્સથી લઈને તેનો પુત્ર સિંદ્ધાંત કપૂર (Siddhant Kapoor) રેવ પાર્ટીમાં પકડાઈ ગયો છે તો તેની પુત્રી શ્રદ્ધા કપૂરને (Shraddha Kapoor) કો-સ્ટારના ઘરમાંથી ખેંચીને ઘરે લઇ જવા સુધી, આ કપૂર પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવે છે. ત્યારે ચાલો આજે વાત કરીએ શક્તિ કપૂરનાં મોટા કૌભાંડો વિશે.
2005માં, ઈન્ડિયા ટીવીએ શક્તિ કપૂરને સંડોવતું એક વિસ્ફોટક સ્ટિંગ ઓપરેશન કર્યું, જ્યારે એક મહિલા પત્રકારે બૉલિવૂડની આવનારી સ્ટારલેટ તરીકે તેની સામે આવી હતી. આ આખુ એક 'સ્ટિંગ ઓપરેશન' હતું. જેમાં શક્તિ કપૂર આ માયાજાળમાં ફસાઇ ગયો હતો. તેણે પત્રકારને પ્રપોઝ કરી હતી અને તેની સાથે જાતીય માંગણી પણ કરી હતી. આ સ્ટિંગ ઓપરેશન કદાચ સૌથી મોટો વિવાદ હતો જેમાં તે ઓફ સ્ક્રિન પર 'ખલનાયક' સાબિત થયો હતો.
શક્તિ કપૂરે આખરે કાસ્ટિંગ કાઉચ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, 'મેં હાથ જોડીને મારા નજીકના સુભાષ ઘાઈ, પ્રીતિ ઝિંટા, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી સહિત સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માફી માગી હતી.' . 'મારો તેમને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. આખી ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે જો મારા કારણે તેઓને હજુ પણ દુઃખ થયું હોય, તો હું ફરીથી માફી માંગવા તૈયાર છું.'

શક્તિ કપૂર બિગ બોસની સ્પર્ધક વિદા સમદ ઝાઈને પાછળ પૃષ્ઠનાં ભાગે મારતો કેમેરામાં કેદ થયો હતો. જે બાદ ફરી એક વખત તે વિવાદોમાં ફસાયો હતો. આ ઘટનાએ પણ સોશિયલ મીડિયા અને ટીવીની દુનિયામાં જોરદાર ટીઆરપી મળવી હતી. જોકે આ ઘટના ઘણી જ વાહિયાત હતી. અને બિગ બોસના ચાહકો અને સલમાન ખાન દ્વારા નારાજગી જતાવવામાં પણ આવી હતી.