શાહરૂખ અને દીપિકા પાદુકોણની જોડીને હંમેશા પ્રેમ મળ્યો છે અને ફરી એકવાર તેમની જોડી મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમના પાત્રએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં સલમાન ખાનના ‘ટાઈગર’ કેમિયોએ ચાર્મ ઉમેરવાનું કામ કર્યું છે. આ દરમિયાન ‘પઠાણ’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.