મુંબઇ: હાલમાં શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત બીજી વખત પ્રેગ્નન્ટ છે. અને તે તેનાં બાળકની તૈયારી કરી રહી છે. ત્યારે એવી વાતો છે કે શાહિદ અને મીરાં એક એડવર્ટાઇઝમેન્ટમાં એક સાથે નજર આવશે. આ એક ઘરમાં વપરાતાં ઉપકરણનાં બ્રાન્ડની એડ હોઇ શકે છે. આ ઉપરાંત વાતો છે કે મીરાં કોઇ બેબી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં નજર આવી શકે છે. રીપોર્ટ્સની માનીયે તો, આ એડ વિદેશી બેબી પ્રોડક્ટ છે. કહેવાય છે કે તેણે એક પ્રોફેશનલ એખ્ટરની જેમ એક ટેકમાં જ આખી એડ શૂટ કરી લીધી હતી. શાહિદ અને મીરા ટૂંક સમયમાં એક એડવર્ટાઝમેન્ટમાં નજર આવશે તેવી વાતો છે. ત્યારે તે ઘરેલુ ઉપકરણની કોઇ બ્રાન્ડ છે. હાલમાં મીરાં 7 મહિનાની પ્રેગ્નન્ટ છે અને તે તેનો ક્વોલિટી ટાઇમ મીશા પાછળ અને પ્રેગ્નેન્સીમાં વિતાવીર હી છે. શાહિદ અને મીરાંની પહેલી દીકરી મિશા હવે બે વર્ષની થઇ ગઇ છે. શાહિદ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નાં શૂટિંગમાં બિઝી છે. શાહિદ પૂરની સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ પણ છે. ગર્ભવતી મિરાંની દીકરીને સ્કૂલમાંથી બહાર આવતા સમયની તસવીર