એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સૌથી મોટાં લગ્ન ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) અને અભિષેક બચ્ચન (Abhishek bachchan)નાં લગ્નની ગણતરી જરૂર થાય છે. તે સમયે તેમનાં લગ્નમાટે ફેન્સ અને મીડિયામાં ઘણી જ એક્સાઇટમેન્ટ હતી. (PHOTO:@BombayTimes)
ઐશ્વર્યા અને અભિષેક વર્ષ 2007માં લગ્નનાં બંધનમાં બંધાયા. તેમનાં લગ્નને 14 વર્ષ થવા આવ્યાં. આ સમયે ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નની કેટલીક અઝાણી તસવીરો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે. (PHOTO:@BombayTimes)
લગ્ન સમયે ઐશ્વર્યા 33 વર્ષની હતી અને અભિષેક 30 વર્ષનો હતો. આ તસવીરમાં આખો પરિવાર સફેદ રંગનાં ડિઝાઇનર આઉટફિટમાં નજર આવે છે. સંગીત સેરેમનીમાં અમિતાભ અને જયા બચ્ચન પણ નાચતા નજર આવી રહ્યાં છે. (PHOTO:@BombayTimes)
ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નની ન જોયેલી તસવીર ખુબજ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં આખો પરિવાર સફેદ કલરનાં ડિઝાઇનર આઉટફિટમાં નજર આવી રહી છે. (PHOTO:@BombayTimes)
આમ તો લગ્નની તમામ તસવીરો ઘણી જ શાનદાર છે પણ તેમાં સૌથી વધુ ધ્યાન ખેચતી ફોટો છે અમિતાભ અને શ્વેતા નંદાનાં ડાન્સની તસવીરો (PHOTO:@BombayTimes)
આપને જણાવી દઇએ કે, ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્ન 20 એપ્રિલ 2007માં ખુબજ ધામધૂમથી થયા હતાં. (PHOTO:@BombayTimes)
આ ફોટોમાં બિગ બી તેની દીકરી સાથે ડાન્સ કરતાં નજર આવે છે. તસવીરથી અમિતાભ અને શ્વેતાની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. (PHOTO:@BombayTimes)
અમિતાભ બચ્ચનની મેગા બજેટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પણ તૈયાર છે જોકે તે ક્યારે રિલીઝ થશે તે હજુ સુધી નક્કી નથી. આ ફિલ્મમાં તેમનાં ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લિડ રોલમાં છે. (PHOTO:@BombayTimes)