એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી ચર્ચિત શો તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં સેટ પરની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. જેમાં નટૂ કાકા (Natu Kaka) નજર આવી રહ્યાં છે. નટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak)એ તેમનાં બે ફેન્સ સાથે પોઝ આપીને તસવીર ખેંચાવી છે. જે જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ નવાઇ પામી ગયા છે. કારણ છે કે, તસવીરમાં જ નટૂ કાકાની હેલ્થમાં આવેલો બદલાવ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.
તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં છેલ્લા 13 વર્ષથી મનોરંજન કરતાં નટુ કાકા છેલ્લા થોડા સમયથી મેડિકલ ઇશ્યુને કારણે શોથી દૂર છે. તેમને કેન્સરની આઠ ગાંઠ ગળામાં હોવાનું સામે આવ્યું હતું જે બાદ ઓપરેશન અને આરામને કારણે તેઓ શોથી દૂર થઇ ગયા હતાં. જોકે શોમાં તેમનું પાત્ર જીવંત છે અને તેઓ સમયાંતરે નાના અમથા રોલ માટે પણ શોમાં નજર આવી જાય છે.
77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોનું મનોરંજન કરતાં રહેતા એક્ટર ધનશ્યામ નાયકને ગળા પર કંઇક ડાઘા દેખાયા હતાં જે બાદ તેમણે ડોક્ટર્સને જણાવ્યું. આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદથી ફેન્સ તેમનાં માટે દુઆ કરી રહ્યાં છે. ધનશ્યામ નાયક (Ghanashyam Nayak)નાં પરિવારે કીમોથૈરપી સેશન્સ શરૂ કરાવી હતી. તેમનાં ફેન્સ પણ ઇચ્છે છે કે, નટુ કાકા (Nattu Kaka) જલ્દી જ સ્વસ્થ થઇ ફરી એક વખત ગડા ઇલેક્ટ્રોનિક્સમાં બાઘા અને શેઠજી સાથે નજર આવે.
તો થોડા સમય પહેલાં જ ઘનશ્યામ નાયકે (Ghanshyam Nayak)એ તેમની અંતિમ ઇચ્છા જાહેર કરી છે. જ્યાં તેમણે જણાવ્યું કે જો તેમનું નિધન થાય તો તેઓ મેકઅપ સાથે જ મરવાં ઇચ્છે છે. બ ફેન્સનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka)એ કહ્યું કે, તેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કામ કરવાં ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak) ગત ઘણાં વર્ષોથી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની સાથે જોડાયેલાં છે. અને દર્શકોનું મનોરંજન કરે છે.