ઘર અંગે એક ખાસ માહિતી તે પણ સામે આવી છે કે આ ઘર બનાવવામાં 600 મજૂરોની મહેનત લાગી છે. તેમણે આશરે 6 મહિનામાં બિગ બૉસનું ઘર તૈયાર કર્યું છે. આ ઘરનાં ફિનિશિંગ ટચ આપવા માટે બે મહિનાનો સમય લાગ્યો હતો. ઓમાંગે ઘરમાં કાલકોઠરી અંગે વાત કરતાં કહ્યું કે, આ એક સરપ્રાઇઝ છે. આપને જણાવી દઇએ કે, મ્યૂઝિયમની થીમ પર ડિઝાઇન કરવામાં આવી છે ઘરમાં કૂલ 93 કેમેરા લાગેલા છે જેમાંથી 14 બેડરૂમમાં છે. જે સ્પર્ધકની દરેક હરકત પર નજર રાખશે. બેડરૂમમાં પહેલાની જેમજ ડબલ અને સિંગલ બંને પ્રકારનાં બેડ છે.