

સ્મોલ સ્ક્રીનની ભાભી એટલે કે સૌમ્યા ટંડન પ્રેગ્નેન્સી બાદ ફરી ફિટ થઇ ગઇ છે. ગત થોડા દિવસોમાં તેનું ટ્રાન્સફર્મેશન ચર્ચામાં છે. આબીટાઇમ્સ સાથે વાતચીતમાં તેણે તેનાં અનુભવ અને રુટીન શેર કર્યુ હતું.


સૌમ્યાએ કહ્યું કે, ઇમાનદારીથી કહું તો આ કંઇ ખુબજ મોટુ સીક્રેટ નથી. મારુ વજન વધુ વધ્યુ ન હતું. મારુ વજન 12-13 કિલો વધ્યું હતું. પણ મે નાની નાની એક્સરસાઇઝ કરવાની શરૂ કરી દીધી હતી. મે ડિલીવરીનાં 10 દિવસ બાદથી જ વોકિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. અને 40 દિવસો સુધીમે દરરોજ આ નિયમ રાખ્યો હતો.


જે બાદ મે પિલેટ્સ એક્સરસાઇઝ શરૂ કરી અને ફિઝિયોથેરેપી એક્સરસાઇઝ પણ કરી. કારણ કે મને પીટમાં ઘણો દુખાવો રહેતો હતો.


તેણે કહ્યું કે, જોકે મે આ દરમિયાન મારા ડાયટનું સંપૂર્ણ ધ્યાન રાખ્યુ હતું. મે મારા તરફથી કંઇ વધુ પ્રયાસ કર્યા ન હતાં. મે ફક્ત મારા ડોક્ટરની સલાહ માની હતી. અને નિયમિત હળવી એક્સરસાઇઝ કરતી હતી. જેને કારણે મારું શરીર શેપમાં સરળતાથી આવવામાં સફળ રહ્યું.


પ્રેગ્નેન્સી બાદ 'ભાભીજી ઘર પર હૈ'નાં સેટ પર પરત આવવા મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું કે, જુના સેટ પર પરત ફરવું અને જુના મિત્રોનો સંપર્ક કરવો ઘણી જ સારી ફિલિંગ હોય છે, કારણ કે તેમનાં જીવનમાં પણ ઘણી રસપ્રદ બાબતો ચાલતી રહે છે.


અમારા શોનાં બે લોકો ટિલ્લૂ અને મલ્ખાનનાં પણ લગ્ન થઇ ગયા છે. એક લાઇટમેનની વાઇફ પ્રેગ્નેન્ટ છે અને તે બધાને મળીને આ વાતો ખુશીઓ વહેચીને મને ખુબ મજા આવી.