નવી દિલ્હીઃ સારા અલી ખાન (Sara Ali Khan) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ફોટા અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તે જ્હાન્વી કપૂર સાથે કેદારનાથ પહોંચી હતી. જ્યાંથી તેની ઘણી તસવીરો સામે આવી હતી. તો, તે તેના મિત્રો સાથે હવે માલદીવ વેકેશન માણી રહી છે. જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. (ફોટો - ઈન્સ્ટાગ્રામ saraalikhan95)
સારા અલી ખાને આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'ઉપર આકાશ, નીચે રેતી, આસપાસ સમુદ્ર, પ્રવાહ સાથે જાઓ. આ ફોટા જોઈને તેના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તેના ચાહકોમાંથી કોઈએ લખ્યું છે 'You are so beautiful', તો કોઈએ લખ્યું છે 'બહુત અમેજિંગ ફોટો'. (ફોટો - ઈન્સ્ટાગ્રામ saraalikhan95)
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે 'અતરંગી રે'માં જોવા મળશે. સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે 'સિમ્બા' અને 'લવ આજ કલ 2'માં જોવા મળી હતી, જેમાં તેના કામની લોકોએ પ્રશંસા કરી હતી. (ફોટો - ઈન્સ્ટાગ્રામ saraalikhan95)