એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) આજે તેનો 52મો જન્મ દિવસ (Happy Birthday Saif Ali Khan) ઉજવી રહ્યાં છે. દર વખતની જેમ આ વખતે તે નવી જુની યાદો શેર કરી જન્મ દિવસનાં વધામણાં આપે છે. પણ આ વખતે સારાએ એવું નથી કર્યું. સારા અલી ખાને (Sara Ali Khan Post) આ વખતે તેનાં અબ્બા સૈફ અલી ખાનને જન્મદિવસ પર એક પ્રેમાળ પોસ્ટ શેર કરી છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર શેર કરી છે. પહેલી વખત તસવીરમાં સૈફ, કરીના, જહાંગીર અને સારા સાથે દેખાઇ રહ્યાં છે. આ ફોટોમાં સારા તેનાં નાના ભાઇ અને સૈફ-કરીનાનાં બીજા દીકરા જહાંગીરને જોઇ ખુશ થઇ રહી છે. તો બીજી તસવીરમાં તે એક હાથમાં કેક પકડીને સૈફની સાથે પોઝ આપતી નજર આવી રહી છે. (Photo: Instagram/@SaraAlikhan)
આપને જણાવી દઇએ કે, બંને તસવીરો સારાનાં જન્મ દિવસની છે જે હાલમાં જ ગયો છે. આ પોસ્ટની કેપ્શનમાં સારા લખે છે, 'હેપી બર્થ ડે અબ્બા.. તમે મારા સુપર હીરો છો, મારા સૌથી સ્માર્ટ મિત્ર, સૌથી સારા વાત કરવા વાળા મિત્ર અને સૌથી સારા ટ્રાવેલ ફ્રેન્ડ. અને સૌથી મોટા સપોર્ટ સિસ્ટમ બવા માટે આપનો આભાર. હું આપને પ્રેમ કરું છું.' (Photo: Instagram/@SaraAlikhan)
સૈફ અલી ખાન અને કરીના કપૂર હાલમાં માલદિવ્સમાં છે. અને તેઓ બે દિવસ પહેલાં જ ત્યાં ગયા છે. જ્યાથી કરીના કપૂર ખાને પતિ સૈફને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતી તસવીર શેર કરી છે. જેમાં પણ જેહની ઝલક જોવા મળી રહી છે. સૈફ કરીા તેમનાં બાળકો તૈમૂર અને જેહની સાથે કેમેરા સામે પોઝ કરતાં નજર આવી રહ્યાં છે. (Photo: Instagram/@kareenakapoorkhan)