tran સારા અલી ખાન (Sara Ali Khan) આ દિવસોમાં તેની ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re) ને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાને ફિલ્મમાં રિંકુનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સારાએ તાજેતરમાં જ ફિલ્મ જોયા બાદ માતા અમૃતા સિંહ (Amrita Singh) અને અબ્બા સૈફ અલી ખાન (Saif Ali Khan) ની પ્રતિક્રિયા જાહેર કરી છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન સારાને પૂછવામાં આવ્યું કે, ઘરમાં ક્રિટિક્સ કોણ છે? આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, 'સાચું કહું તો 'અતરંગી રે' આ સવાલ પૂછવા માટે સારી ફિલ્મ નથી. મને લાગે છે કે મમ્મી લાગણીશીલ છે અને મારા પિતા ખૂબ જ મજબૂત છે. પણ હું જાણું છું કે મેં માતા અને પિતા બંનેને રડાવ્યા છે. ફિલ્મ જોયા બાદ બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
સારાએ વધુમાં જણાવ્યું કે, સૈફે તેના જોરદાર વખાણ કર્યા અને તે દરમિયાન તેની આંખો પણ ભીની થઈ ગઈ. સારાએ કહ્યું કે, સૈફ બહુ ઓછું બોલે છે અને ઉતાવળમાં પોતાના દિલની વાત કોઈની સાથે શેર કરતો નથી. 'અતરંગી રે' જોયા બાદ સૈફ અલી ખાન પોતાની જાતને રોકી ન શક્યો અને તેણે સારા અલી ખાનના જોરદાર વખાણ કર્યા. અબ્બા પાસેથી પોતાના કામની પ્રશંસા મેળવ્યા બાદ સારા પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.