એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્યારથી કર્ણાટકનાં ઉડ્ડુપીમાં એક સરકારી ગર્લ્સ પીયુ કોલેજે કથિત રીરતે વિદ્યાર્થીઓને ક્લાસમાં હિજાબ (Hijab Row) પહેરતા રોક્યા છે. દેશમાં 'ધાર્મિક કપડાં' વિવાદનો વિષય બની ગયા છે. કંગના રનૌટ (Kangana Ranaut), સોનમ કપૂર (Sonam Kapoor), સ્વરા ભાસ્કર (Swara Bhaskar), 'દંગલ' ફેઇમ ઝાયરા વસીમ (Zayara Vasim), ઉર્ફી જાવેદ (Urfi Jawed) અને અન્ય ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે પટૌડી ખાનદાનની દીકરી, સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનની એક ટ્વિટ ચર્ચામાં છે. હિજાબ વિવાદ અંગે કરવામાં આવેલી ટ્વિટનાં સ્ક્રિન શોટ્સ વાયરલ થયા છે.
ટ્વિટર હેન્ડલ @WhoSaraAli નામનાં અકાઉન્ટ પરથી આ ટ્વિટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે, 'હિન્દુ બહુલ વિસ્તારમાં મુસ્લિમ યુવતીઓ બુરખો નતી પહેરતી કારણ કે તેમને ત્યાં કોઇ ખતરો નથી. જ્યારે મુસ્લિમ બહુલ ક્ષેત્રમાં 95% યુવતીઓ હિજાબ પહેરે છે. કારણ કે યુવતીઓને ડર છે કાકા, ભાઇ, મામા, ફુઆ, જીજા, તાઉજી હવસનો શિકાર બનાવી દેશે.'