

મુંબઇ: હાલમાં ઇન્ડસ્ટ્રીમાં નવી નવી જોડીઓ જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બિગ બજેટ ફિલ્મમાં હટકે જોડીનું નામ સામે આવ્યું છે આ જોડી છે સલમાન ખાન અને સારા અલી ખાનની. સોર્સિસની માનીયે તો, સારા અળી ખાન સલમાન ખાન સાથે સ્ક્રિન શૅર કરતી નજર આવી શકે છે.


જો આમ થયું તો સલમાન ખાન અને સારાની આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મ માટે સારા મેકર્સનાં ચક્કર લગાવી રહી છે. જો સારાની વાત બની ગઇ તો આ ફિલ્મમાં સલમાન-સારાની જોડી જોવા મળશે.


આપને જણાવી દઇએ કે, સારા અલી ખાનની ઊંમર 24 વર્ષ છે જ્યારે સલમાન ખાન આ ડિસેમ્બર મહિનામાં 54 વર્ષનો થઇ જશે. આ બંનેની ઊંમરમાં 30 વર્ષનો ફરક છે.


સારાનાં કરિઅર ગ્રોથની વાત કરીએ તો, સારા સુશાંત સિંહ રાજપૂત સાથે પહેલી ફિલ્મમાં નજર આવી હતી. અને ઍક્ટર રણવીર સિંહની સાથે બાદમાં તેણે 'સિંબા' કરી હતી. આ સાથે જ તે કાર્તિક આર્યનની સાથે લવ આજ કલની સિક્વલમાં નજર આવશે.


સ્પોટબોયની એક રિપોર્ટ પર નજર કરીએ તો, સારા આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મ માટે તેમને મળવા ગઇ હતી. આ ફિલ્મમાં કામ કરવા માટે સારાએ આનંદ એલ રાયને દરખાસ્ત કરી હતી.