બંનેની ફ્રેન્ડશિપ જોઇને બધાને લાગતું હતું કે તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ જશે. પરંતુ જેવી 'લવ આજકલ' રીલીઝ થઇ તેવી જ બંને વચ્ચે દૂરિયાં જોવા મળી. સારા અને કાર્તિકની મુલાકાતો ઓછી થવા લાગી અને બંને પોતપોતાના પ્રોજેક્ટ્સમાં બીઝી રહેવા લાગ્યાં. ત્યાં સુધી કે સાથે ફોટો ક્લિક કરાવવામાં પણ બંને ખચકાવા લાગ્યા.
અનન્યા સાથે જેની ફ્રેન્ડશિપ વધવા લાગી હતી અને આ વાત સારાને પસંદ ન હતી. ત્યાં બીજી બાજુ તે પણ સામે આવ્યું કે સારાની મમ્મી અમૃતિ સિંહ નથી ઇચ્છતી કે કરિયરની શરૂઆતમાં જ સારા લવ અફેરમાં ફસાય. તેવામાં તેના કહેવા પર સારાએ કાર્તિક સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું. જો કે, સારા અને કાર્તિકે ક્યારેય ખુલીને પોતાના રિલેશનશિપ પર વાત નથી કરી. એક ઇન્ટરવ્યુમાં કાર્તિકે એમ જરૂર કહ્યું હતું કે તે લાંબા સમયથી સિંગલ છે.
શુભમન સાથે સારાની આ રીતે થઇ મુલાકાત : સારા અલી ખાનનું નામ હવે ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઇ રહ્યું છે. રિપોર્ટ્સની માનીએ તો શુભમન ગિલ અને સારાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. તે બાદ બંને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યાં. ઓગસ્ટમાં શુભમન ગિલ અને સારા રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોવા મળ્યાં હતા. જે બાદથી બંનેના ડેટિંગના ક્યાસ લગાવવાની શરૂઆત થઇ ગઇ. હાલમાં જ એક ફ્લાઇટ વીડિયો સામે આવ્યા બાદથી ફરીથી બંનેના અફેરને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.