ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' બંધ થઇ ગઇ છે. તેનાં પર ફરીથી કામ શરૂ થશે પણ ક્યારે તે હાલમાં નથી ખબર. ભણસાલીનાં પ્રોડક્શન હાઉસ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. 'ઇંશાઅલ્લાહ' પર હાલમાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તે બીજી તરફ આ ફિલ્મમાંથી સલમાન ખાન હટી ગયો હોય તેમ લાગે છે.
સલમાન ખાને મુંબઇ મિરરને આપેલાં ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું કે, સંજય 'ખામોશી' પર કામ શરૂ કરતાં પહેલાંથી મારા મિત્ર છે. તે મનીષા કોઇરાલા દ્વારા મને મળવા આવ્યા હતાં. તે બદ અમે 'હમ દિલ દે ચુકે સનમ'માં સાથે કામ કર્યું. જ્યારે તે મારી પાસે આ ફિલ્મ લઇને આવ્યાં તો મને સ્ક્રિપ્ટ પસંદ આવી હતી. મે બીજી વખત ભણસાલી સાથે કામ કરવાનું મન બનાવી લીધુ હતું. હું એક વાત કહી શકું છું કે, સંજય તેમની ફિલ્મની સાથે ગદ્દારી નહીં કરે.
હું ઇચ્છું છું કે, તે એવી ફિલ્મ બનાવે જેવી તે ઇચ્છે છે. મિત્ર તરીકે અમારી વચ્ચે કંઇ જ બદલાયું નથી. મને વિશ્વાસ છે કે, સંજયનાં દિલમાં પણ કંઇ જ નહીં બદલાયું હોય. હું તેમની મા લીલા અને બહેન બેલાની ખુબજ નજીક છું. હું તેમને તેમનાં દરેક પ્રોજેક્ટ માટે શુકામનાઓ આપું છું. હું અને સંજય ભવિષ્યમાં જરૂર સાથે કામ કરીશું, ઇંશાઅલ્લાહ.