

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની સાથે આ વર્ષે આવેલી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)માં કામ કરી ચુકેલી એક્ટ્રેસ સંજના સાંઘી (Sanjana Sanghi) IMDBની લિસ્ટમાં ટોપ પર તેની જગ્યા બનાવી ચૂકી છે.


સંજના સાંધી (Sanjana Sanghi) તે એક્ટ્રેસ છે જેણે આ વર્ષે ફિલ્મ અને વેબ સીરિઝની દુનિયામાં ઘણું સારુ કામ કર્યુ છે. આ ગઇ કાલે એટલે કે ગુરુવારે જાહેર થઇ છે. સંજના બાદ 'મિર્ઝાપૂર 2'ની ઇશા તલવાર, હર્ષિતા ગૌર, સ્વસ્તિકા મુખર્જી અને આહના કુમરા જેવી એક્ટ્રેસ છે.


'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'ની શ્રેયા ધનવંતરી પણ આ લિસ્ટમાં આઠમાં નંબર પર છે. તે ઉપરાંત લિસ્ટમાં તૃપ્તિ ડિમરી, જયદીપ અહલાવત, નિથ્યા મેનન અને નિહારિકા લાયરા દત્ત છે.


IMBD પ્રો સ્ટાર મીટર રેકિંગ્સનાં આકડા મુજબ આ લિસ્ટ બને છે. જે વાસ્તવમાં દર મહિને આવે છે. IMBD વિઝિટર્સનાં 20 કરોડથી વધુ પેજ વ્યૂઝ છે. જેનાં આધારે આ લિસ્ટ તૈયાર થાય છે .


આપને જણાવી દઇએ કે સંજના સાંઘી (Sanjana Sanghi) એ આ વર્ષે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara)થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે.