સુશાંતસિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput Case) રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. કેસમાં ડ્રગ એન્ગલ અને રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty ) 6 વોટ્સએપ ચેટ સામે આવ્યાં બાદ સંદીપ સિંહનું નામ સુશાંતનાં ડેથ કેસમાં અચાનક સમાચારોમાં આવવા લાગ્યું છે. ખબર પ્રમાણે, સીબીઆઈ સુશાંતનાં મિત્ર અને નિર્માતા સંદિપ સિંહની (Sandip Ssingh) સાથે પૂછપરછ કરી શકે છે. મંગળવારે સુશાંતના મિત્ર હોવાનો દાવો કરનાર સંદીપ સિંહે સુશાંતના મોત બાદ કોની કોની સાથે વાત કરી હતી તેના કોલ્સની વિગતો બહાર આવી છે. આ મુજબ સુશાંતના મોત બાદ સંદીપ સિંહ તથા સુશાંતનો મૃતદેહ લઈ જનાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે 14 જૂનથી 16 જૂન વચ્ચે ચાર વાર વાત થઈ હતી. જોકે ડ્રાઈવરને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો આ પ્રકારની વાત થઈ હોવાની ના પાડી હતી.
આ અંગે સંદીપસિંહનાં પીઆર મેનેજર દીપક સાહૂએ (Deepak Sahu) આ અંગે સ્પષ્ટતા કરતી બે ટ્વિટ કરી. દિપકે જણાવ્યું કે, સંદીપને એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરફથી ફોન આવવો સામાન્ય હતો. કારણ કે, સુશાંતની બહેન મીતૂ સિહની તેમના ભાઇ સાથે જોડાયેલી ઔપચારિકતામાં મદદ કરી રહ્યા હતા. આ ઉપરાંત સંદીપનાં નંબરનો તાલમેલ માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની સાથે પોલીસે જ આપ્યો હતો.
આ કેસમાં અત્યાર સુધી સંદીપ સિંહનું નામ પાછળ ચાલી રહ્યું હતુ, પરંતુ જે રીતે એમ્બ્યુલન્સવાળા સાથે વાત કરવા અને તે સુશાંત સાથે છેલ્લા 1 વર્ષથી સંપર્કમાં નહોતો અને અચાનક ઘટનાસ્થળે અને અભિનેતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ગયો તેને લઇને હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુશાંતનો નજીકનો દોસ્ત ગણાવનારા સંદીપ વિશે એ હકીકત સામે આવી છે કે, તેણે છેલ્લા એક વર્ષથી સુશાંત સાથે ફોન પર વાત નહોતી કરી, તો સુશાંતની મોત બાદ અચાનક તેનું ત્યાં આવવું અને એમ્બ્યુલન્સવાળાને 4 વાર કોલ કરવો ક્યાંકને ક્યાં સંદીપ પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.