દેશ આખામાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહર ઘણાને ચપેટમાં લઇ ચુકી છે. કોરોનાનો આતંક ફરી એક વખત જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં દેશમાં વેક્સીન લગાવવાનું શરૂ થઇ ગયુ છે ત્યાં આ ખતરનાક વાયરસ સતત સામાન્ય લોકોથી માંડી બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને તેની ચપેટમાં લઇ રહ્યો છે. આ વચ્ચે હવે જાણીતા કોરિયોગ્રાફ સંદીપ સોપારકર (Sandip Soparrkar) અને ડાન્સર કોરિયોગ્રાફ શાંતનું મહેશ્વરી (Shantanu Maheshwari) કોરોના પોઝિટિવ આવ્યાં છે.
બંને હાલમાં હોમ ક્વૉરન્ટિન છે. અને ડોક્ટરની દેખરેખ હેઠળ છે. તેઓ જરૂરી સાવધાની વર્તી રહ્યાં છે. સંદીપે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેને ગુરુવારે તાવ આવ્યો હતો જે બાદ તેણે પોતાને તરત જ આઇસોલેટ કરી દધા હતાં. તેનો ટેસ્ટ થવામાં થોડો સમય લાગ્યો પણ જ્યારે ટેસ્ટ થયો તો સાંજે તે કોરોના પોઝિટિવ આવ્યાં. સંદિપે વધુમાં કહ્યું કે, હવે હું સંપૂર્ણ રીતે ક્વૉરન્ટીન છું અને ડોક્ટરનાં જણાવ્યાં મુજબ પોતાનું ધ્યાન રાખી રહ્યો છું.
આ ઉપરાંત ડાન્સ રિયાલિટી શોમાં નજર આવેલો શાંતનું મહેશ્વરી (Shantanu Maheshwari) પણ ઘરમાં જ ક્વૉરન્ટિન છે. તે તમામ સાવધાની વર્તી રહ્યો છે અને તેણે લખ્યું છે કે, હું જલ્દી જ ઠીક થઇ જઇશ. શાંતનુ વધુમાં લખે છે, 'હું સૌને નિવેદન કરુ છુ કે, આ ગંભીર સમયમાં આપનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખોઅને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો.'