એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 6 (Bigg Boss 6)ની સ્પર્ધક રહેલી સનાખાન (Sana Khan)ની એક્ટિંગ પ્રોફેશનને લોકોની સેવા માટે છોડવાનો નિર્ણય કર્યો હતો જેનાંથી સૌ કોઇ ચૌકી ગયા હતાં. હાલમાં જ તેણે સૂરતનાં રહેનારા મુફ્તી અનસ સઇદ (Mufti Anas Sayied) સાથે લગ્ન કરી લીધા છે. હાથમાં મહેંદી અને લાલ ચટક જોડામાં નજર આવે છે.<br />તેનાં કપડાં અને તેનાં લૂક પર સૌ કોઇની નજર ટકી હતી. (Photo Credit-@poonamskaurture/Instagram)
સના ખાને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનાં પતિ મુફ્તી અનસ સઇદ સાથેની તસવીર શેર કરી છે. ફોટોમાં અનસ વ્હાઇટ કલરની શેરવાનીમાં નજર આવે છે. તો સના લાલ રંગનાં ઘરચોળામાં નજર આવે છે. બ્રાઇડલ લૂકમાં તે ઘણી જ સુંદર લાગે છે. એક્ટ્રેસે પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, અલ્લાહ માટે એક બીજા સાથે પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કરલ્યા આ દુનિયામાં અલ્લાહ અમને સાથે રાખે અને જન્નતમાં ફરી મળાવે. (Photo Credit-@poonamskaurture/Instagram)
સના ખાને આ વર્ષે જ તેનાં બોયફ્રેન્ડ મેલવિન લુઇસથી બ્રેકઅપ કર્યુ હતું. જે બાદ સોશિયલ મીડિયા પર તેણે મેલવિન પર તેને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. સનાએ જણાવ્યું કે તે બ્રેકઅપ બાદ એ રીતે તૂટી ગઇ હતી કે, તેણે ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. સના ખાને વર્ષ 2005માં હાઇ સોસાયટી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો એક લો બજેટ એડલ્ટ ફિલ્મ હતી. જે બાદથી તે ટીવી કોમર્સિયલ અને ઘણી એડ ફિલ્મોમાં નજર આવી. બોલિવૂડ છોડતા પહેલાં સના ઘણી વખત તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હતી. (Photo Credit-@poonamskaurture/Instagram)