પતિ મુફ્તી અનસ સાથે હનીમૂન પર કશ્મીર ગઇ સના ખાન, બુરખામાં શેર કર્યો VIDEO
નિકાહ બાદ સના ખાન (Sana Khan) અત્યાર સુધી તે તેનાં સાસરીયા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી હતી. હવે તે તેનાં પતિ મુફ્તી અનસની સાથે હનીમૂન મનાવવા કશ્મીર રવાના થઇ ગઇ છે. જેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 6 (Bigg Boss 6) ફેમ એક્ટ્રેસ સના ખાન (Sana Khan) હાલમાં ચર્ચામાં છે. સનાએ ગત 21 નવેમ્બરનાં ગુજરાતનાં મૌલાના મુફ્તી અનસ (Mufti Anas) સાથે નિકાહ કરી લીધા હતાં. સના ખઆને મૌલાના મુફ્તી અનસ (Sana Khan Mufti Anas Marriage) ગુજરાતનાં સુરત શહેરમાં થયા હતાં. જેનો એક એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ દ્વારા જ તેમનાં લગ્નનાં સમાચાર વાયરલ થયા હતાં. જે બાદ સનાએ તેનાં લગ્નની તસવીરો શેર કરી ફેન્સે તેનાં લગ્નની માહિતી આપી હતી. (Photo Credit: instagram/@sanakhaan21)


હવે સના ખાન લગ્ન બાદ પતિ મુફ્તી અનસ સાથે હનીમૂન પર રવાના થઇ છે જેની માહિતી તેણે વીડિયો અને તસવીરો શેર કરીને આપી છે. (Photo Credit: instagram/@sanakhaan21)


સના ખાનનાં આમ અચાનક લગ્ન કરવી પણ સૌના માટે આશ્ચર્ય સમાન રહ્યું તેનાં નિકાહથી સોશિયલ મીડિયામાં પણ વાતો થવા લાગી હતી. (Photo Credit: instagram/@sanakhaan21)


સનાએ તસવીરો શેર કરતાં લખ્યું છે કે, 'શોહર એન્ડ બેગમ ચલે..' તેઓ હનીમૂન પર કશ્મીર જઇ રહ્યાં છે. (Photo Credit: instagram/@sanakhaan21)