એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દરેક વ્યક્તિ માટે તેની પહેલી સેલરી તેની નોકરી બહુમુલ્ય હોય છે. તે ખુબજ સ્પેશલ હોય છે પછી ભલે તે કેટલો મોટો માણસ કેમ ન થઇ જાય. એવામાં સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ તેની પેહલી સેલરી અંગે ખુલાસો કર્યો છે. જેને જાણ્યા બાદ આપનાં હોશ ઉડી જશે. ફિલ્મોમાં આવતા પહેલાં તે હોટલમાં હો્સટેસની નોકરી કરતી હતી. (Images credit-@Samantha ruth Prabhu instagram)
ખરેખરમાં સામંથાએ ઇન્સ્ટાગ્રામ (Samantha Instagram) પર ગત દિવસોમાં જ ક્વેશ્ચ એન્ડ આંસર સેશન રાખ્યું હતું. જેમાં તેને ફેન્સે ખુબ બધા સવાલ કર્યા હતાં. એક્ટ્રેસે પણ કોઇને નિરાશ નહોતા કર્યા અને બેબાકીથી તમામ જવાબ આપ્યાં હતાં. આ વચ્ચે એક યુઝરે તેની પહેલી સેલરી અંગે પુછ્યું હતું. જેનો જવાબ એક્ટ્રેસે આપ્યો હતો. (Images credit-@Samantha ruth Prabhu instagram)
સામંથાએ જણાવ્યું કે, તેને પહેલી સેલરી (Samantha First Salary) તરીકે 500 રૂપિયા મળ્યાં હતાં. તેને એક હોટલમાં કોન્ફરન્સમાં હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું. ત્યારે તેને આ રકમ મળી હતી. આ માટે તેણે 8 કલાક (Samantha First Job) કામ કર્યું હતું. 'શાંકુતલમ' એક્ટ્રેસે કહ્યું કે, તે સમયે 10માં કે 11માં ધોરણમાં ભણતી હતી. (Images credit-@Samantha ruth Prabhu instagram)
સામંથાને દુનિયાભરમાં ઓળખ વેબ સીરિઝ 'The Family Man'થી મળી હતી. તેમાં તેનો નેગેટિવ કિરદાર સૌને પસંદ આવ્યો હતો. તેણે લાખો ફેનફોલોઇંગ બનાવી લીધી. આ બાદ પુષ્પા ફિલ્માં ત્રણ મિનિટનાં આઇટમ નંબરથી તે આખા દેશમાં પ્રખ્યાત થઇ ગઇ. રિપોર્ટ્સમાં જણાવ્યાં અનુસાર, તેમણે 3 મિનિટનાં આ ગીત માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યાં હતાં. જેમાં તેની એક્ટિંગ અને ડાન્સથી તે છવાઇ ગઇ હતી. (Images credit-@Samantha ruth Prabhu instagram)