સાઉથ સિનેમાની એક્ટ્રેસ અને નાગાર્જુન (Nagarjuna)ની વહૂ સમંથા અક્કિનેની (Samantha Akkineni)ને વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન 2'માં તેનાં દમદાર પરફોર્મન્સ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મોની સાથે સાથે તે તેની પર્સનલ લાઇફ માટે પણ ઘણી ચર્ચામાં છે. ખરેખરમાં, ગત કેટલાંક દિવસો પહેલાં તેણે તેનાં નામની પાછળથી 'અક્કિનેની' હટાવી દીધુ હતું. જે બાદથી એવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, તેણે તેનાં પતિ નાગા ચૈતન્ય સાથેનાં સંબંધો તુટવાની કગાર પર છે. આ મામલે એક્ટ્રેસે રિએક્શન પણ આપ્યું છે.