બિગ બોસમાં સલમાન ખાનની ફી અંગે લાંબા સમયથી સમાચાર આવી રહ્યાં છે. કહેવાય છે કે, ભાઇજાન બિગ બોસની 13મી સિઝનમાં એક એપિસોડ માટે 31 કરોડ રૂપિયા લેશે. અને આ સાથે જ તેની કૂલ ફી આશરે 400 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે. પણ હવે સામે આવ્યું છે કે, 400 કરોડ રૂપિયા ફી પેટે લેવાની વાત ખોટી છે. સલમાનની ટીમ સાથે જોડાયેલાં સૂત્રોએ પિંકવિલા સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે.